Western Times News

Gujarati News

GACLએ  7 ફુડ ડિલિવરી વાહનો દાન કરીને અક્ષયપાત્ર ફાઉન્ડેશનને સહયોગ કર્યો

આ વાહનોથી અક્ષયપાત્ર 32 શાળાઓ અને 400 આંગણવાડીઓના આશરે 13,000 બાળકો સુધી પહોંચી શકશે

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસીએલ) એજ્યુકેશન સોસાયટીએ ગુજરાતના વડોદરામાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનને સાત ફુડ ડિલિવરી વિહિકલ્સ દાન કર્યાં છે.

આ યોગદાનથી અક્ષયપાત્રના વડોદરા કિચનને પ્રદેશની 32 શાળાઓમાં 500 બાળકો તથા 400 આંગણવાડીમાં આશરે 8,000 બાળકોને ભોજન ડિલિવર કરવામાં મદદ મળી રહેશે. Gujarat Alkalies and Chemicals Limited (GACL) Education Society supports Akshaya Patra Foundation in Vadodara with a donation for 7 food delivery vehicles

ગોત્રીમાં હરીનગર ખાતે આવેલા વડોદરા કિચન વર્ષ 2009થી 620 શાળાઓના બાળકોને દૈનિક 1 લાખથી વધુ ભોજન તેમજ 400 આંગણવાડીમાં દૈનિક 8,000થી વધુ ભોજન ડિલિવર કરે છે. જીએસીએલએ અક્ષયપાત્ર દ્વારા વડોદરા કિચનની સ્થાપના માટે પણ સહયોગ કર્યો હતો.

જીએસીએલના મેનેજિંગ ડાયરેક્ટર, આઇએએસ, શ્રી મિલિંદ તોરવણે સાથે-સાથે જીએસીએલના શ્રી એસ એસ ભટ્ટ, શ્રી જી એસ પાલીવાલ, શ્રી પી જી પુજારા, શ્રી ડી બી જૈન, શ્રી વી ડી પ્સામુડ્રે, શ્રી વિનાયક કુડટકર અને શ્રી વિશ્વજીત ગાયકવાડે 16 જુલાઇ, 2021ના રોજ વાહનનોને લીલી ઝંડી આપવા વડોદરા કિચનની મુલાકાત લીધી હતી.

અધિકારીઓએ કિચનની મુલાકાત લઇને વિવિધ સ્થળો ઉપર હજારો બાળકોને સેવા પ્રદાન કરતાં પ્રોગ્રામની માહિતી મેળવી હતી. જીએસીએલના મેનેજિંગ ડાયરેક્ટર, આઇએએસ, શ્રી મિલિંદ તોરવણેએ ફુડ ડિલિવરી વાહનોને ફ્લેગ ઓફ કર્યાં હતાં, જે પ્રસંગે અક્ષયપાત્રના ગુજરાતના રિજનલ પ્રેસિડેન્ટ શ્રી જગમોહન ક્રિશ્ના દાસા સહિત ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વિશેષ પ્રકારે તૈયાર કરાયેલા વાહનો આંગણવાડી શાળાઓમાં ભોજનનું પરિવહન કરશે. વાહનોથી સુરક્ષા, સ્વચ્છતા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે બાળકોને ભોજન પીરસવા સુધી તેની તાજગી જાળવી રાખશે.

આ પ્રસંગે વાત કરતાં ગુજરાતના રિજનલ પ્રેસિડેન્ટ શ્રી જગમોહન ક્રિશ્ના દાસાએ જણાવ્યું હતું કે, બાળકોની સેવામાં યોગદાન આપવા બદલ અમે જીએસીએલના ખૂબજ આભારી છીએ. આ વાહનો પ્રદેશના હજારો બાળકો માટે આશાનું કિરણ છે. તે પ્રોગ્રામનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ પૈકીનું એક છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનને સપોર્ટ કરવા બદલ અમે ફરી એકવાર જીએસીએલનો આભાર વ્યક્ત કરીએ છીએ.

દેશભરમાં મહામારી સામે બાળકોને સુરક્ષા પ્રદાન કરવા શાળાઓ બંધ રહેતાં હાલમાં અક્ષયપાત્ર લાભાર્થી બાળકોને હેપ્પીનેસ કીટ્સનું વિતરણ કરી રહ્યું છે, જેથી તેમના પોષણ અને સતત અભ્યાસને સુનિશ્ચિત કરી શકાય. આ કીટમાં ગ્રોસરી સપ્લાય, સ્ટેશનરી, હાઇજિનની ચીજો અને એક્ટિવિટી બુક્સ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.