ભરૂચમાં શ્રીજીની વિસર્જન યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી નીકળી
નર્મદા નદીમાં પૂરના પાણીની સતત આવક ના પગલે તમામ નર્મદા ઓવારે પણ પોલીસ કાફલો ખડકી દેવાયો
પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા સાઈ મંદિર નજીકના જળકુંડ માં વિસર્જન કરાયું તો માટી અને ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ નિલકંઠેશ્વર નર્મદા ઓવારે વિસર્જન..
ભરૂચ શહેરમાં ડીજે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે શ્રીજી ની ભવ્ય વિસર્જન યાત્રાઓ શહેરના માર્ગો પરથી પસાર થઈ
ભરૂચ શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
(વિરલ રાણા, પ્રતિનિધી ભરૂચ) દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ શ્રીજીની વિસર્જન યાત્રાઓ શહેરના માર્ગો ઉપરથી ડીજે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે નીકળતા ભરૂચ શહેર શ્રીજી મય બની ગયું હતું
ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ યુવક મંડળો દ્વારા તથા શ્રીજી ભકતો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસથી શ્રીજીની સ્થાપના કરી દસ દિવસ ભક્તિભાવ અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કર્યા બાદ શ્રીજીને વિદાયપૂર્વક આપવા માટે ગત મોડી સાંજથી જ શ્રીજી યુવક મંડળો માં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો હતો
ભરૂચ શહેરના વિવિધ શ્રીજી યુવક મંડળોએ વિવિધ વાહનો ને શણગાર કરવા સાથે તેમાં શ્રીજીને બિરાજમાન કરી શહેરના માર્ગો ઉપરથી ભવ્ય શ્રીજી વિસર્જન યાત્રાઓ નીકળી હતી જેમાં શ્રીજી ભકતો પણ ઢોલ નગારા ડીજે તથા અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઝૂમી ઉઠયા હતા શહેરના માર્ગો પણ અબીલ-ગુલાલની છોડો થી સમગ્ર ભરૂચ શહેર શ્રીજી મય બની ગયું હતું જોકે નર્મદા નદીમાં સતત પાણી ભરપૂર રહેતા કેટલાક શ્રીજી ભક્તો એ પોતાના શ્રીજીને વહેલી તકે વિદાય આપવા માટે સવારથી જ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે તથા જાડેશ્વર રોડના સાઈ મંદિર નજીકના જળકુંડ માં વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા હતા
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા ઓ સાઈ મંદિર નજીક બનાવવામાં આવેલ જળકુડ માં વિસર્જન કરવા માટે નું આહવાન કર્યું હતું અને કેટલાક શ્રીજી ભક્તોએ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાનું વિસર્જન કરવા માટે વહેલી સવારથી જ જળકુંડ નજીક કતાર જમાવી હતી તો બીજી તરફ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે પણ ઈકોફ્રેન્ડલી અને માટીની પ્રતિમાઓ વિસર્જન કરવા માટે શ્રીજી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ જોકે નર્મદા નદીમાં સતત પાણી નો ધસમસતો પ્રવાહ હોવાના કારણે નીલકંઠધામ નર્મદા ઓવારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
જો કે બપોર બાદ પણ સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવનાર હોવાના અહેવાલના પગલે શ્રીજી યુવક મંડળોએ પણ પોતાના શ્રીજીને વહેલી તકે વિસર્જન કરવા માટે સવારથી જ પોતાના વિસ્તારોમાંથી વિસર્જન યાત્રા નીકળી નીલકંઠેશ્વર નર્મદા ઓવારે વિદાય આપી હતી
તો બીજી તરફ નવ ફૂટથી ઊંચી શ્રીજીની પ્રતિમાઓ ને વિસર્જન કરવા માટે ભાડભૂત રવાના કરવામાં આવતા ભાડભૂત ખાતે પણ શ્રીજી વિસર્જન માટે ત્રણ જેટલા ક્રેઈ મૂકવામાં આવ્યા હતા જેનાથી શ્રીજીને વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યા હતા શ્રીજી ભક્તોએ ભક્તિભાવપૂર્વક શ્રીજીને વિદાય આપી હતી
શ્રીજી વિસર્જન યાત્રામાં નીકળતા ભક્તો માટે ચા-પાણી નાસ્તા ની સવલતો માટે સ્ટોલ ઊભા કરાયા
શ્રીજી વિસર્જન યાત્રામાં જોડાયેલા શ્રીજી ભક્તોને પીવાનું પાણી સરબત તથા નાસ્તો વિના મૂલ્યે મળી રહે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર સ્ટોલ ઊભા કરાયા હતા અને શ્રીજી વિસર્જન યાત્રામાં જોડાયેલા લોકોને વિનામૂલ્યે પાણી છાશ શરબત તથા નાસ્તા નું વિતરણ કરાયું હતુ.