કેરલમાં જાે ૫ કે તેથી વધુ બાળકોનો જન્મ થાય તો દર મહિને પૈસા મળશે

પ્રતિકાત્મક
તિરૂવનંતપુરમ: દેશમાં વધતી વસ્તી સાથે, સરકાર વસ્તી કાયદો ઘડવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કેરળના એક ચર્ચે ખૂબ જ આશ્ચર્યજનક ર્નિણય લીધો છે. કેરળના સિરો-મલબાર ચર્ચે તેના વિસ્તારમાં રહેતા તમામ પરિવારોને આર્થિક સહાયની ઘોષણા કરી છે, જેમને પાંચ કે તેથી વધુ બાળકો છે. તેને ખ્રિસ્તી સમુદાયની વસ્તી વધારવાના પ્રયાસ તરીકે જાેવામાં આવી રહ્યું છે. જાે કે, ખ્રિસ્તી સંગઠન તેને ‘લોક-કલ્યાણ યોજના’ કહે છે એક પરિવારમાં ચોથા અને ત્યારબાદના બાળકો માટેઆ યોજના બનાવવામાં આવી છે . આ ઉપરાંત, સ્લિવા મેડિસિટી હોસ્પિટલ તેમના ચોથા અને ત્યારબાદના બાળકોને જન્મ આપતી સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચને આવરી લેશે.
કેરળના ચર્ચના પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઘડવામાં આવેલી નીતિ મુજબ ૨૦૦૦ પછી લગ્ન કરનારા યુગલોને, જેમને ૫ કે તેથી વધુ બાળકો છે, તેઓને દર મહિને ૧૫૦૦ રૂપિયા સહાય આપવામાં આવશે. આ સાથે,સેન્ટ જાેસેફ્સ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’, પાલા ખાતે ચોથા અને તેથી ઉપરના બાળકો માટે મફત શિક્ષણ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે ગર્ભાવસ્થાને લગતી સમસ્યાઓના ઉપચાર માટે માર સ્લિવા મેડિસિટી હોસ્પિટલમાં નિઃ શુલ્ક સારવાર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આપણે આપણા સમુદાયને આગળ વધારવાની જરૂર છે. ભલે તે વસ્તી વૃદ્ધિ દર વધારવાનો ન હોય, પરંતુ વસ્તી વૃદ્ધિના વર્તમાન દરને જાળવવા તે ઓછામાં ઓછા લાવવામાં આવ્યા છે. અમે ખ્રિસ્તી પરિવારોને વધુમાં વધુ સંતાનો લેવાની સલાહ આપીએ છીએ. હાલમાં આપણા સમુદાયનો વસ્તી વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. આ માટે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી, કારણ કે તેની જરૂર નથી. પુજારીઓ સાથે ચર્ચા કર્યા પછી ખબર પડી કે આ પરિસ્થિતિ છે.