ફોનમાં કોઈ હથિયાર હોય તો કોઈ ઘરમાં કેમ બેસી રહે- સંબિત પાત્રા
નવીદિલ્હી: ભાજપે રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપવા માટે સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યાં. સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપના જવાબ આપ્યાં. પાત્રાએ જણાવ્યું કે જાે ફોનમાં કોઈ હથિયાર હોય તો કોઈ ઘરમાં કેમ બેસી રહે.
પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી, આ તથાકથિત વિપક્ષ એક છે કે શું.
આજે મમતા બેનરજી દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે ચા પી રહ્યાં છે. તમે યાદ કરો, ૨૦૧૮ માં કર્ણાટકમાં આ તમામ નેતાઓ મંચ પર હતા અને કહી રહ્યાં હતા કે અમે બધા મળીને ભાજપને હરાવી દઈશું. પરિણામ શું થયું. રાહુલ ગાંધી સારા છોકરા સાથે સાઈકલ પર બેઠા હતા, પરિણામ શું થયું. આ તમામ લોકોની એક જ ઈચ્છા હતા કે પોતાના પરિવારને બચાવી લેવામાં આવે.