Western Times News

Gujarati News

વઢવાણમાં બુટ ભવાની મંદિરમાંથી દાનપેટી અને રોકડની ચોરી

Files Photo

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી નાં બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ રોડ ઉપર આવેલા મેમકા ગામ પાસે બુટ ભવાની માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા છે દાનપેટી સહિત રોકડ રકમની ચોરી કરી અને ચોરો ફરાર બની જવા પામ્યા છે ત્યારે મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મેમકા રોડ ઉપર આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન તસ્કરો દ્વારા દિવાલ તોડી મંદિરમાં પ્રવેશ મેળવી રોકડ રકમ અને દાનપેટી સહિતની વસ્તુની ચોરી કરી અને ચોરો પલાયન થઈ ગયા છે.

ત્યારે આ બાબતની જાણકારી વઢવાણ વાસીઓને થતાં વહેલી સવારે વઢવાણ વાસીઓ મંદિરે દોડી પહોંચ્યા છે અને આ બાબતની જાણકારી પોલીસને આપવામાં આવી છે ત્યારે ઘટના સ્થળે વઢવાણ પોલીસ પણ દોડી ગઇ છે અને આ મામલે પોલીસ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે રાત્રી દરમિયાન મંદિરની દીવાલ તોડી મંદિરમાં પ્રવેશ મેળવી અંદાજીત
રૂપિયા પંદર હજાર રોકડા અને અન્ય વસ્તુની ચોરી આચરવામાં આવી હોવાનું માઈભક્તો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ત્યારે આ મામલે સુરેન્દ્રનગરના વઢવાણ ના સ્થાનિક આગેવાનો જીતુભાઇ દલવાડી, પ્રવીણ ભાઈ પરમાર,હેમુભાઈ પરમાર,અબારામભાઈ પરમાર દોડી ગયા છે અને વઢવાણ પોલીસને જાણ કરી અને પોલીસ તપાસને કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે વધતા જતા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવને લઇ અને જિલ્લાવાસીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે તસ્કરો મંદિરને પણ નથી મૂકી રહ્યા ભગવાનના ધામમાં જ ચોરીના ગુનાઓ આચરી રહ્યા છે.

ત્યારે પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાનું પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે વઢવાણ પોલીસ મથકના પી.એસ.આઈ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા છે આ મામલે પોલીસ તપાસની કામગીરીનો પ્રારંભ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ બાબતની વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બુટ ભવાની માતાજીના મંદિરમાં ચોરીના બનાવ સામે આવતા માઈ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.