આરોગ્ય વિભાગના આદેશ બાદ તાબડતોબ ગંદકી હટાવાઈ પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી
(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે અસહ્ય દુર્ગંધ મારતી ગંદકી દુર કરવા સંદર્ભે આરોગ્ય વિભાગની તાકીદથી ભિલોડા ગ્રામ પંચાયત સફાળી રીતે જાગી છે. ભિલોડામાંં અનેક જગ્યાએ ગંદકી ખદબદે છે ત્યારે ચોમાસા દરમ્યાન મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની દહેશત ઉભી થઈ છે. વહીવટી તંત્રના અધિકારીઓ એકાએક હરકતમાં આવી ગયા છે.આરોગ્ય વિભાગે ભિલોડા ગ્રામ પંચાયતને લેખિતમાં જાણ કરી હતી કે ગંદકી હટાવવા પગલા ભરવા તાકીદ કરેલ છે.પીવાના પાણીની પાઈપ લાઈનોનું લીકેજીંગ દુર કરવા સંદર્ભે આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતને જાણ કરી છે.આરોગ્ય વિભાગના આદેશ બાદ ભિલોડા ગ્રામ પંચાયતનું તંત્ર પણ તાબડતોબ ગંદકી હટાવવાની કામગીરીમાં જાડાયુ હતું.
ચોમાસા દરમ્યાન છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા ઠેર-ઠેર ગંદકીના ખડકલા થતા પ્રજાજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો. ભિલોડામાં ઠેર-ઠેર નીચાણવાળા વિવિધ વિસ્તારોમાં ભરાઈ રહેલ વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. પ્રજાજનોને આરોગ્યલક્ષી સારવાર જ્યાં અપાય છે તે કોટેજ હોÂસ્પટલ આગળ જ ગંદકીના ઢગ ખડકાતાં સારવાર લેવા આવનાર પણ માંદા થઈ જાય તેવો ઘાટ સર્જાયો હતો પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર ધ્વારા ગંદકી હટાવવાની સફળ કામગીરી હાથ ધરાઈ હતી. ભિલોડા તાલુકા બ્લોક હેલ્થ કચેરી ધ્વારા ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ, તલાટી ક્રમ મંત્રીને લેખિતમાં જાણ કરી હોવાથી કોટેજ હોસ્પિટલ સામે, મઉં રોડ પાસે, નઝેવાડ તળાવ વિસ્તાર, ગોવિંદનગર વિસ્તાર, તાલુકા પંચાયત સામે,નવા ભવનાથ વિસ્તાર, મેઈન બજાર વિસ્તાર સહિત ગામતળમાંથી વરસાદી પાણી, ગંદકીનો નિકાલ કરવા તાકીદ કરાઈ છે.
પીવાના પાણીમાં ક્લોરીનેશનની કામગીરી દરરોજ થાય અને નિયમીત રીતે લોગબુક નિભાવવા પણ તાકીદ કરાઈ હતી. ભિલોડામાં નિયમીત રીતે ગટરોની સફાઈ કરવામાં આવે અને પાણીની પાઈપ લાઈનોમાં જા કોઈ પણ જગ્યાએ લીકેજીંગ માલુમ પડે તો સત્વરે તેનુ સમારકામ કરવા આરોગ્ય વિભાગે ધ્વારા આદેશ કર્યો છે. ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ અંબિકાબેન ગોરધનભાઈ ગામેતી, ડે.સરપંચ ભીખાભાઈ કે.પટેલ, કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ બુધ્ધ,કારોબારી સભ્યોની રાહબરી હેઠળ તલાટી ક્રમ મંત્રી ગોપાલભાઈ ભટ્ટ, હેડ ક્લાર્ક ભુપેશભાઈ રાઠોડ સહિત વહીવટી સ્ટાફ ધ્વારા ગંદકી હટાવવા સંદર્ભે તાબડતોબ સફળ કામગીરી કરાતા પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.