મંદિરા બેદીએ દીકરી તારાનો પાંચમો જન્મદિવસ ઉજવ્યો
મુંબઈ: થોડા દિવસ પહેલા જ પતિના નિધનથી ભાંગી પડેલી એક્ટ્રેસ મંદિરા બેદી હવે ધીમે-ધીમે પોતાને સંભાળી રહી છે અને જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. ૨૮ જુલાઈએ મંદિરા બેદીની દીકરી તારાનો પાંચમો જન્મદિવસ હતો. જેની ઉજવણી એક્ટ્રેસે ઘરે કરી હતી. જણાવી દઈએ કે, મંદિરા બેદી અને પતિ રાજ કૌશલે તારાને દત્તક લીધી છે અને જુલાઈ ૨૦૨૦માં તેઓ ૨૮ તારીખે જ તારાને ઘરે લાવ્યા હતા.
મંદિરા અને તેના દીકરા વીર સાથે તારાનો આ પહેલો જન્મદિવસ છે. મંદિરા બેદીએ સોશિયલ મીડિયા પર તારાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવતી કેટલીક તસવીરો શેર કરી હતી. પતિના અવસાનથી શોકમય થયેલી મંદિરા હવે પોતાના સંતાનો માટે જીવી રહી છે. એટલે જ પોતાનું દુઃખ ભૂલાવીને તેણે દીકરીનો પાંચમો બર્થ ડે ઉજવ્યો હતો. મંદિરાએ તારાના બર્થ ડે માટે ઘરને પિંક રંગના બલૂન્સથી સજાવ્યું હતું.
આ તસવીર શેર કરતાં મંદિરાએ લખ્યું હતું, “મારી નાનકડી દીકરીને અમારા ઘરે પહેલો બર્થ ડે ઉજવવાની ના ન પાડવામાં આવી. આ સિવાય મંદિરાનો દીકરો વીર પણ બહેનના બર્થ ડે સેલિબ્રેશન માટે ફેરી લાઈટ્સમાં લપેટાયેલો જાેવા મળ્યો હતો. મંદિરાએ વીરની તસવીર શેર કરતાં લખ્યું, તેની નાની બહેનના બર્થ ડે પર. બુધવારે તારાના બર્થ ડે પર મંદિરાએ કેટલીક સુંદર તસવીરો શેર કરીને દીકરી માટે સ્પેશિયલ નોટ લખી હતી. તસવીરમાં મંદિરા અને તારા ઉપરાંત વીર તેમજ મંદિરાના સ્વર્ગીય પતિ રાજ પણ જાેવા મળે છે.
મંદિરાએ તારાના બર્થ ડે પર જૂનો ફેમિલી ફોટોગ્રાફ શેર કર્યો હતો. આ તસવીરો શેર કરતાં મંદિરાએ લખ્યું, “૨૮ જુલાઈ! મારી વહાલી વહાલી તારા, અમારા જીવનમાં તને આવ્યે એક વર્ષ થયું છે અને એટલે જ આજે અમે તને ઉજવી રહ્યા છીએ. આજે તારી પાંચમી બર્થ ડે છે, મારી દીકરી. હું તને ખૂબ પ્રેમ કરું છું. પતિના નિધન બાદ મંદિરા બેદી ફરીથી જીવન શરૂ કરી રહી છે. ધીમે-ધીમે ફિટનેસ રૂટિન તરફ પણ વળી રહી છે. આજકાલ મંદિરાની દરેક સોશિયલ મીડિયા પોસ્ટ પર ‘બિગીન અગેન’ હેશટેગ સાથેની હોય છે.