રણબીર દીપિકા પહેલાં મિત્રની પત્નીને ડેટ કરી ચૂક્યો છે
મુંબઈ: બોલીવુડના ‘હોટ કપલ’ તરીકે પ્રચલિત બની ચૂકેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ચર્ચા જે રીતે ચાલી રહી છે એ પરથી લાગી રહ્યું છે કે આ હોટ કપલ આ વર્ષના અંત સુધી લગ્ન કરી લેશે. જેની તૈયારીઓ કરતાં કપૂર પરિવાર નવા ઘરને રિનોવેટ કરાવી રહ્યું છે. રણબીર-આલિયાના લગ્નની કવાયતો વચ્ચે ‘એશિયાનેટ’એ રણબીરના એક એવા અફેરને જાહેર કર્યું છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતાં હશે. રણબીર કપૂર આલિયા ભટ્ટ પહેલા તેની બેસ્ટ ફ્રેન્ડ કેટરીના કૈફને સાથે પ્રેમ સંબંધમાં હતો. કેટરીના પહેલા તેના જીવનમાં દીપિકા પાદુકોણ હતી. પરંતુ હાલમાં તેના એક છુપાયેલા અફેરની વાત સામે આવતાં જ રણબીર કપૂર ફરી એકવાર ફેન્સમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
રણબીર કપૂરની લાઇફમાં દીપિકા, કેટરીના અને આલિયા પહેલા અન્ય એક છોકરી પણ હતી, જે પાછળથી રણબીરના જ એક્ટર ફ્રેન્ડની પત્ની બની હતી. એશિયાનેટ મુજબ રણબીર કપૂર એક સમયે અવંતિકા મલિકને ડેટ કરતો હતો અને આ સંબંધ પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો. પરંતુ બંને વચ્ચે મતભેદો બાદ અલગ થયા. એ પછી અવંતિકા, આમિર ખાનના ભાણિયા અને અભિનેતા ઇમરાન ખાનની પત્ની બની. ઇમરાન અને અવંતિકા પણ હાલમાં સાથે નથી.
વર્ષ ૨૦૧૧માં લગ્ન કર્યા બાદ તેઓ ૨૦૧૯માં અલગ થયા હતા. આ લગ્નથી કપલને એક બાળકી પણ છે. રણબીર અને ઇમરાન સારા મિત્રો પણ છે. બંને અભિનેતા લગભગ સરખી ઉંમરના છે. અવંતિકા સાથે પ્રેમસંબંધનો અંત આણ્યા બાદ રણબીરના જીવનમાં દીપિકા પાદુકોણની એન્ટ્રી થઇ હતી.
દીપિકાએ તેના ગળાના પાછળના હિસ્સા પર આરકે નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. બંનેનો પ્રેમ ફિલ્મ ‘બચના એ હસીનો’ના સેટ પાંગર્યો હતો, તેઓની સગાઇની વાતો પણ સંભળાઇ રહી હતી, પરંતુ એક જ વર્ષના પ્રેમસંબંધ પછી બંને અલગ થયા હતા. જે પછી દીપિકાના જીવનમાં રણવીર સિંહ આવ્યો અને બંનેએ લગ્ન કરી લીધા હતા.