યુઝરે દિશાને સવાલ કર્યો કે માંગમાં સિંદૂર કેમ નથી ?
મુંબઈ: નવપરીણિત કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન રાખતા તેમના ફેન્સ ઘણાં ખુશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ૧૬મી જુલાઈના રોજ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્ન થયા હતા. તેમના લગ્નના ફોટોસ અને વીડિયો ખુબ વાયરલ થયા હતા. ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના તમામ લોકોએ બન્નેને શુભકામનાઓ પાઠવી હતી. લગ્ન પછી બન્ને લાઈવ આવ્યા હતા અને પોતાના નવા જીવન વિષે ફેન્સ સાથે વાતો કરી હતી. રાહુલ વૈદ્યના તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ૨ મિલિયન ફૉલોવર્સ થયા છે
આ ખાસ પળને તેણે ફેન્સ સાથે શેર કરવાનો ર્નિણય લીધો હતો. રાહુલનું માનવું છે કે તે આજે જ્યાં પણ છે તેના માટે તેના ફેન્સ જવાબદાર છે. માટે તેણે એકાએક લાઈવ સેશન રાખ્યો અને દિશા પણ તેમાં જાેડાઈ હતી. બન્નેને સાથે જાેઈને રાહુલ અને દિશા બન્નેના ફેન્સ ઘણાં ખુશ થઈ ગયા હતા. લાઈવ સેશન દરમિયાન એક યુઝરે દિશા પરમારને પૂછ્યું કે તેણે સિંદૂર કેમ નથી લગાવ્યું તો જવાબમાં દિશા પરમારે કહ્યું કે, આમણે લગાવી ના આપ્યું, આમની પાસે સમય જ નથી. ત્યારપછી રાહુલે દિશાને કહ્યું કે, અરે હા, તેં સિંદૂર કેમ નથી ભર્યું?
તો દિશા રાહુલને જણાવે છે કે, તમારે રોજ મને સિંદૂર લગાવવું જાેઈએ. બિગ બૉસમાં તો કહ્યુ હતું કે દરરોજ સિંદૂર લગાવીશ. તેના જવાબમાં રાહુલ જણાવે છે કે, અરે દિશા, બન્નેની ટાઈમિંગ અલગ અલગ હોય છે. તમે સવારે જ્યારે રેડી થાઓ ત્યારે જાતે જ સિંદૂર ભરી લો. આખરે સિંદૂર પતિની નિશાની હોય છે.
જેણે પણ આ યાદ અપાવ્યું તે યુઝરનો આભાર. રાહુલ જ્યારે દિશાને ચીડવવા લાગ્યો તો દિશાએ કેમેરા પર પોતાનો ચૂડો બતાવ્યો અને કહ્યું કે, જુઓ લગ્નની એક નિશાની તો મેં રાખી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ અને દિશાની મુલાકાત એક કોમન ફ્રેન્ડએ કરાવી હતી. બિગ બોસમાં આવતા પહેલા તેઓ એક સાથે મ્યુઝિક વીડિયોમાં જાેવા મળ્યા હતા. તે દરમિયાન તેમનું બોન્ડિંગ થયુ હતું.