વિન્ડલાસ બાયોટેકનો IPO 4 ઓગસ્ટ, 2021ને બુધવારે ખુલશે
· વિન્ડલાસ બાયોટેક લિમિટેડના ઇક્વિટી શેરદીઠ (“ઇક્વિટી શેર”) પ્રાઇસ બેન્ડ રૂ. 448થી રૂ. 460 નક્કી થઈ
· ઓફર 04 ઓગસ્ટ, 2021ને બુધવારથી 06 ઓગસ્ટ, 2021ને શુક્રવાર સુધી ખુલ્લી રહેશે
નવી દિલ્હી, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સની ઉત્પાદક તથા ભારતમાં આવકની દ્રષ્ટિએ (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ) સ્થાનિક સ્તરે ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ (“CDMO”) ઉદ્યોગમાં ટોચની પાંચ કંપનીઓમાં સામેલ વિન્ડલાસ બાયોટેક લિમિટેડ (‘વિન્ડલાસ’ કે ‘કંપની’)નો આઇપીઓ (“ઓફર”) 04 ઓગસ્ટ, 2021ને બુધવારે ખુલશે. Windlas Biotech Limited Initial Public Offer (IPO) to open on Wednesday, August 04, 2021
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 448થી રૂ. 460 નક્કી થઈ છે. બિડ લઘુતમ 30 ઇક્વિટી શેર માટે અને પછી 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
આઇપીઓ વિન્ડલાસ બાયોટેક લિમિટેડના રૂ. 5ની ફેશ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) ધરાવે છે, જેમાં રૂ. 1,650 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) તથા 5,142,067 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઓફર સાથે સંયુક્તપણે “ઓફર”) સામેલ છે. વેચાણ માટેની ઓફરમાં વિમલા વિન્ડલાસ (“વ્યક્તિ વિક્રેતા શેરધારક”)ના 1,136,000 ઇક્વિટી શેર અને ટેનો ઇન્ડિયા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ II (“રોકાણકાર વિક્રેતા શેરધારક” અને વ્યક્તિગત વિક્રેતા શેરધારક સાથે સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો”) દ્વારા 4,006,067 ઇક્વિટી શેર સામેલ છે.
આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રુલ્સ, 1957માં થયેલા સુધારા (“એસસીઆરઆર”) સાથે નિયમ 19(2)(બી)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018માં થયેલા સુધારા (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)ના નિયમન 31 સાથે વાંચીને તથા સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)નું પાલન કરીને રજૂ કરવામાં આવી છે,
જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી”) (“ક્યુઆઇબી પોર્શન”)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને ફાળવણી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”),
જેમાંથી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને અનુરૂપ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે બિન-ફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,
જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી હશે, તો બાકીના ઇક્વિટી શેર મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ થયેલા ઇક્વિટી શેરને ક્યુઆઇબીને સપ્રમાણ આધારે ફાળવણી માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“આરઆઇબી”)ને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રક્રિયાનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમના સંબંધિત બેંક ખાતાઓ અને યુપીઆઇ આઇડી (આરઆઇબી યુપીઆઇ વ્યવસ્થાનો ઉપયોગ કરતા હોવાના કેસમાં)ની વિગત આપવી પડશે,
જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“એસસીબી”) કે સ્પોન્સર બેંક, જે લાગુ પડે તે, દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા મારફતે ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.
ઓફરના બીઆરએલએમ છે – એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (અગાઉ આઇડીએફસી સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી) અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.