Western Times News

Gujarati News

ભિલોડામાં ગણપતી વિસર્જનમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો

(પ્રતિનિધિ) ભિલોડા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં ગણેશ ચતુર્થીનું પર્વ પુર્ણ થતાં આજે અનંત ચૌદશના દિને ઠેર-ઠેર ગણેશ વિસર્જનના કાર્યક્રમો યોજાયા હતા.શિવ ગૌરી પુત્ર દુંદાળા દેવ ગણેશજીને ભાવભેર વિદાય આપવા હજ્જારો ગણેશજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ગણપતી બાપા મોરીયા…અગલે બરસ તુમ જલદી આના…ના ગગનભેદી નારાઓ ઠેર-ઠેર ગુંજતા હતા.

ગણેશ ચતુર્થીના દિને ગણેશજીની સ્થાપના કર્યા બાદ સતત દસ દિવસ સુધી સેવા,પૂજા,અર્ચના કર્યા બાદ ભારભીની વિદાય કરતા ગણેશજીના શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ભાવવિભોર બની ગયા હતા. ભિલોડા તાલુકામાં ગણેશ ચતુર્થીનું પર્વ સમાપ્ત થતાં આજે તા.૧ર ના રોજ ગણેશ વિસર્જનના કાર્યક્રમો ભારે દબદબાભેર રીતે સંપન્ન થયા હતા. દુંદાળા દેવ ગણેશજીને વિદાય આપવા હજ્જારો ભક્તો ગણેશજીની વિસર્જન શોભાયાત્રામાં જોડાયા હતા.

ભિલોડા તાલુકામાં વાતાવરણ ગણેશમય બની જતાં ગણેશભક્તો વહેલી સવારથી પ્રાર્થના કરવા માટે ગણેશજીના પંડાલોમાં ઠેર-ઠેર મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા હતા. અનંત ચૌદશ નિમિત્તે ગણેશ વિસર્જનના કાર્યક્રમો ભક્તિભાવ પુર્વક યોજાયા હતા.

ભિલોડા તાલુકામાં ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં બેન્ડ વાજાની શુરાવલી વચ્ચે વાજતે-ગાજતે અબીલ,ગુલાલની છોળો ઉડાડી,ફટાકડાની આતશબાજી કરી આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં હજ્જારો ગણેશભક્તોએ રિદ્ધિ-સિદ્ધિ સ્વામી વિઘ્નહર્તા ગણપતી દાદાને ભાવભીની વિદાય આપી હતી. ગણપતી બાપા મોરીયા… અગલે બરસ તુમ જલદી આના…ગગનભેદી નારાઓ સાથે ગણેશજીને ભાવભરી વિદાય આપી હતી.ગણપતી દાદાના વિદાય ટાણે અનેક ભાવિક ભક્તો રડી પડ્યા હતા.

હાથમતી નદી,બુઢેલી નદી,હાથમતી,ઈન્દ્રાસી,મેશ્વો જલાગારોમાં ગણેશજીની વિશાળ પ્રતીમાઓનું વિસર્જન કરતાં ગણેશભક્તો ભાવુક બની ગયા હતા. ભક્તોના ચહેરા ઉપર સ્મીત સાથે-સાથે ઉદાસીનતા કહી રહી હતી કે અગલે બરસ તુમકો આના હી હોગા…ગણપતી અપને ગાંવ ચલે…કૈસે હમકો ચેન મીલે…ગણપતી બાપા મોરીયા…ગણપતી બાપા મોરીયાના નારાઓ સાથે વહેતા પાણીમાં ગણેશજીની વિશાળ મુર્તીઓનું વિસર્જન કરાયું હતું.

ભિલોડા, વિજયનગર, શામળાજી, નવા ભવનાથ, દઢવાવ, સુનોખ, નારણપુર, વાંકાનેર, ટાકાટુકા, ટોરડા, કિશનગઢ, મઉં, મુનાઈ, લીલછા, કુશાલપુરા, ચોરીમાલા,જાયલા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ વિર્સજનના કાર્યક્રમો યોજાયા હતા. ગણપતી દાદાની આબેહુબ વિશાળ મુર્તીઓના વિર્સજન દરમ્યાન ભાવિક ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો.ગણેશજીના ભાવિક ભક્તો ભાવવિભોર બની ગયા હતા.ભિલોડામાં ગણેશજીના ભાવિક ભક્તો ધ્વારા શોભાયાત્રા દરમ્યાન ગણેશજીને પ્રિય એવા લાડું,મોદકનો પ્રસાદની વહેંચણી કરાઈ હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.