રોટરી સર્વમ દ્વારા ઈન્સ્ટોલેશન સેરેમની 2021-22નું આયોજન
અમદાવાદ, રોટરી સર્વમ દ્વારા નવા સભ્યોને રોટરીયન તરીકે આવકારવા માટે ઈન્સ્ટોલેશન સેરેમની યોજવામાં આવી હતી જેથી એક ખુબ જ સારા રીસોર્સ ધરાવતા સભ્યોની મોટી ટીમ બનાવી શકાય જેઓ સમાજ સુધાર માટે સાથે મળીને કામ કરી શકે. સર્વમ કલ્બના સભ્યો જુદા જુદા ક્ષેત્રમાંથી ભેગા થાય છે
અને તેઓ ભણતર, કોશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુધાર માટેના પ્રોજેક્ટ્સનો ભાર સંભાળે છે. આ કાર્યક્રમમાં આરસીએ સર્વમ મેમ્બર્સ, સીનીયર રોટરીયન્સ અને સમાજના મહાનુભાવોએ હાજરી આપી હતી. રોટરી 2021-22 ડિસ્ટ્રીક્ટ ગર્વનર રોટ્રરીયન અશોક મંગળજીએ નવા રોટરીયનને બદલાવ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લેવામાં મદદ કરી હતી.
નવા બોર્ડ મેમ્બર્સ જેમાં ડો. ગીતીકા સલુજાને કલ્બ પ્રેસીડેન્ટ અને હિમાંશુ પટેલને કલ્બ સેક્રેટરી તરીકે બદલાવ લાવવામાં અગ્રણી રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ બદલાવ એવો કે જે આપણે સમાજમાં જોવા ઈચ્છીએ છે તે લાવવા માટે પ્રયત્ન કરવાની આ પ્રક્રિયા દરમ્યાન બીજાને પ્રોત્સાહન આપીને તેમને પ્રેરણા આપવાની નેતાગીરી હાથ ધરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ચેપ્ટર પ્રેસીડેન્ટ ડો. ગીતીકા સલુજાની દેખરેખ અને આગેવાની હેઠળ ગત વર્ષમાં 150 દિવસમાં 75 પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતાં.
સર્વમ દ્વારા આ વર્ષે હાથ ધરવામાં આવનાર ઘણા પ્રોજેક્ટ્સની પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં,
Ø રીપોસીટરી ઓફ બ્લડ ગ્રુપ – જેમાં એવા લોકોને જોડવામાં આવશે જેને રોટરી બ્લડ ગ્રુપ રીપોઝેટરીના ડેટાબેઝમાંથી બ્લડની મદદ કરી શકાય.
Ø એવરી વન કેન રાઈટ – આ થીમને એવરીવન ઈઝ ઓથર ઓફ ધેર ઓવ્ન સ્ટોરી પરથી કલ્પનાકીત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સર્વમ જેઓ લેખક નથી ત્યાંથી લેખક સુધીની સફરને ડોક્યુમેન્ટ કરશે. લોકોને જુદા જુદા ક્ષેત્રના લેખકો દ્વારા મેન્ટરશીપ પુરી પાડવામાં આવશે.
Ø સર્વમ ઓક્સીગ્રીન પ્લાન્ટેશન પ્રોજેક્ટની પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓ ઓક્સીજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.
Ø પ્રોજેક્ટ હેપ્પી સ્કુલ પ્રોજેક્ટ – આ પ્રોજેક્ટ રોટરી સર્વમ દ્વારા હાથ ધરવામાં આવશે જેમાં જે શાળાઓને સહકારની જરૂર છે તેમને મેળવેલા દાનની મદદથી હેપ્પી સ્કુલમાં પરિવર્તીત કરવામાં આવશે.
Ø પ્રોજેક્ટ પ્લેજ ફોર ટીસ્યુ એન્ડ ઓર્ગન ડોનેશન – આ પ્રોજેક્ટ રોટરી સર્વમ દ્વારા યોજવામાં આવે છે જેમાં લોકો પોતાના અંગ અને પેશીઓ દાન કરવા માટે ડોક્યુમેન્ટ સાઈન કરશે અને જેમને જરૂર છે તેમને તેનું દાન કરશે. અંગદાન એ બધા જ જાણે છે પણ પેશીઓનું દાન ખુબ જ ઓછા લોકોને ખ્યાલ છે. પેસીઓનું દાન એટલે ચામડીનું દાન, જે લોકો સળગવાની બિમારીથી પિડાતા હોય અને તેમને પ્લાસ્ટીક સર્જરીની જરૂર હોય. જ્યારે શરીરનો 40-50 ટકા થી વધુ ભાગ સળગી ગયો હોય ત્યારે જાતે જ કવર થઈ શકતો નથી, માટે દાન કરેલી ચામડીની જરૂર પડે છે. અને આ કાર્ય રોટરી સર્વમ દ્વારા કરવામાં આવશે.