Western Times News

Gujarati News

લોકડાઉન વેપારીઓને ફળ્યું: ગત વર્ષના સ્ટોકથી મહિનામાં ૧૦૦ કરોડનું ટર્નઓવર

Rakhadi Gujarat

અમદાવાદ, રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે ભાઈઓને વિદેશ કે બહારગામ રાખડી મોકલવા માંગતી બહેનોમાં રાખડીની લેટેસ્ટ ડિઝાઈનના મુદ્દે નિરાશા જાેવા મળી રહી છે. આ વર્ષે કોરોનાની અસરના કારણે રાખડી બજારમાં વેપારીઓએ નુકસાની સહન કરવાની બીકના કારણે મોટા ભાગે હંમેશા ચાલે એવી જ ડિઝાઈન બનાવી છે. દર વર્ષની જેમ નવી અને લેટેસ્ટ ડિઝાઈન માર્કેટમાં ઓછી જાેવા મળી રહી છે, જેના કારણે બહેનો નિરાશ થઈ છે.

જાે કે ગત વર્ષની ખોટ આ વર્ષે વેપારીઓને ફાયદો કરાવી રહી છે. આ વખતે વેપારીઓને નવી રાખડી બનાવવાની કોઈ જરૂર જ નથી પડી. ગત વર્ષનો જે જૂનો સ્ટોક હતો તે વખતે જુલાઈ મહિનામાં એટલે કે રક્ષાબંધન ના એક મહિના પહેલાં જ પૂરો થઈ ગયો છે.

તેથી આ વર્ષે રાખડી બનાવવાની કોઈ જરૂર જ નથી પડી. માત્ર છેલ્લા એક મહિનામાં જ હોલસેલ માર્કેટમાં રાખડી બજારમાં રૂા. ૧૦૦ કરોડનું ટર્નઓવર થયું છે. ઈમિટેશન જ્વેલરી એસોસિએશનનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે રાખડી બજારમાં માત્ર ૩૦ ટકા જ ઓર્ડર મળ્યા હતા. અને તે દરેક વખત કરતાં બે મહિના મોડા હતા,

જેથી માર્ચ મહિનાના બદલે મે મહિનામાં રાખડીનું ઉત્પાદન શરૂ કર્યુ હતું. અન્ય રાજ્યમાં લોકડાઉન હોવાના કારણે રાખડીની ડિમાન્ડ બહુ ઓછી રહી હતી અને વેપારીઓએ બનાવેલી રાખડીનો નિકાલ થયો ન હતો. ગત વખતે કોરોનાના કારણે અન્ય રાજ્યના વેપારીઓએ રૂા. ૧થી લઈને રૂા. ૧૦૦ સુધીની કિંમતની રાખડીની ડિમાન્ડ બજારમા રહી છે.

શહેરમાં અંદાજિત ર૦ હજારથી વધુ બહેનો રાખડીની વ્યવસાયથી રોજગારી મેળવે છે. અહીંની રાખડીની ડિમાન્ડ દિલ્હી, મુંબઈ, પંજાબ, રાજસ્થાન, યુપી, જેવા રાજ્યમાં હોય છે. રૂદ્રાક્ષ, ચંદનની રાખડી અને સિમ્પલ રાખડી એવરગ્રીન રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.