૧લી ઓગષ્ટથી ATM, સર્વિસ ચાર્જમાં વધારો થશે!!
(એજન્સી) નવીદિલ્હી, ઓગષ્ટ માસની શરૂઆત સાથે જ બેંકના ચાર્જીસમાં બદલાવ થશે. ૧ ઓગષ્ટથી બેકીંગ વ્યવહારમાં અમુક ફરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેકે જૂનમાં જાહેરાત કરી હતી કે નેશનલ ઓટોમેટેડ ફિક્ હાઉસ એટલે કે એમએસીએચ હવે ૧ તારીખથી સપ્તાહના દરેક દિવસ માટેેે ઉપલબ્ધ રહેશે. નશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાની આ બલ્ક પેમેન્ટ સિસ્ટમ એક સાથેે અનેક ક્રેડીટ ટ્રાન્સફરની સુવિધા આપે છે.
જેમાં ડીવીડન્ડ વ્યાજ, પગાર અને પેન્શન જેવા પેમેન્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત તે વીજ, ગેસ, ટેલીકોમ, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ સહિતની ચુકવણીઓના સંગ્રહની સુવિધા પણ આપશે.
જાે કે આ ઉપરાંત ગ્રાહકો માટે ખર્ચ વધવાની પણ શક્યતાઓ છે. કારણ કે, હવે એટીએમમાંથી લેવડદેવડ માટે ઈન્ટરચેજ ફી રૂા.૧પ થી વધારીને ૧૭ થશે. આરબીઆઈ મુજબ એટીએમમાં મઈન્ટેનન્સ માટે નવ વર્ષ માટે તેની ફીમાં વધારો કરાયો છે. જ્યારે નોન ફાયનાન્સીયલ ટ્રાન્જેકશન માટેની ફી પ થી વધીને ૬ કરાઈ છે.
આ સિવાય ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેકે પણ આ મહિનાથી તેની ડોરસ્ટેપ્સ સેવાનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ફી વધારો જાહેર કર્યો છે. હવે આ સેવા માટે પ્રતિ ેવાના રૂા.ર૦ અને જીએસટી વસુલવામાં આવશે. હાલ આ માટેનોે કોઈ ચાર્જ વસુલાતો નથી.
ભારતની પ્રમુખ પ્રાઈવેટ બેકો આઈસીઆઈસીઆઈ બેક દ્વારા પણ બચત, ખાતેદારો માટેના ટ્રાન્સફર, ચેકબુક ચાર્જીસમાં ફેરફાર કરશે. ૧ ઓગષ્ટથી બેકમાં રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા લોકોને જ ફ્રી ટ્રાન્ઝેકશનની સુવિધા આપવામાં આવશે. ત્યારબાદના પ્રતિ લેવડદેવડે રૂા.૧પ૦ વસુલાશે.