દોહિત્રી નવ્યાને બોલિવૂડમાં ટ્રાય કરવા ફેનની સલાહ
મુંબઈ: અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મી પરિવાર સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે પરંતુ બોલિવુડમાં આવવાની તેની ઈચ્છા સહેજ પણ નથી. અગાઉ ઘણીવાર નવ્યા નવેલી કહી ચૂકી છે કે તેને નાના-નાની અને મામા-મામીની જેમ એક્ટિંગમાં રસ નથી. નવ્યા ફિલ્મી દુનિયામાં ભલે ના આવવા માગતી હોય પરંતુ તેની ગ્લેમરસ અને ખૂબસૂરત તસવીરો ફેન્સના દિલ જીતી લે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નવ્યાએ હાલમાં જ પોતાની એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ત્યારે એક ફેને તેને ફિલ્મ કરવાની સલાહ આપી હતી. જેનો નવ્યાએ ખૂબ જ સરસ જવાબ આપ્યો છે. નવ્યાએ પોતાની એક તસવીર શેર કરી હતી જેમાં તે પિંક પ્રિન્ટેડ આઉટફિટમાં બેહદ ખૂબસૂરત લાગતી હતી. ખુલ્લા વાળ અને તેની મોહક સ્માઈલે તસવીરમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
નવ્યાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીર શેર કરતાંની સાથે જ ફેન્સ અને સેલેબ્સ કોમેન્ટ કરીને વખાણ કરવા લાગ્યા. જાેકે, એક ફેનને કોમેન્ટે ધ્યાન ખેંચ્યું હતું. તેણે લખ્યું હતું, “તું ખૂબસૂરત છે, તારે બોલિવુડમાં પણ ટ્રાય કરવું જાેઈએ.” આ કોમેન્ટનો જવાબ આપતાં નવ્યાએ લખ્યું, “તમારા ઉમદા શબ્દો માટે આભાર પરંતુ સુંદર મહિલાઓ બિઝનેસ પણ ચલાવી શકે છે.”