ટાટા ટેલિસર્વિસીઝ અને ઝૂમે યુનિફાઇડ કોમ્યુનિકેશન્સ પૂરું પાડવા માટે ભાગીદારી કરી
ટાટા ટેલિસર્વિસીઝ, કે જે દેશની અગ્રણી ડિજીટલ પ્રોવાઇડર છે તેણે સાહસો તેમજ વ્યક્તિગતને સહજ, શ્રેષ્ઠ કક્ષાના અને સલામત સંદેશાવ્યવહાર ઉકેલો પૂરા પાડવા માટે વિશ્વના અગ્રણી અંતરાયમુક્ત વીડિયો-ફર્સ્ટ પ્લેટફોર્મ એવા ઝૂમ વીડિયો કોમ્યુનિકેશન્સ ઇન્ક., સાથે ભાગીદારી કરી છે.
ટાટા ટેલિસર્વિસીઝ સાહસોની વધી રહેલી સહયોગાત્મક આવશ્યકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઝૂમના તંદુરસ્ત અને સલામત પ્લેટફોર્મનો અંતરાયમુક્ત યુનિફાઇડ સંદેશાવ્યવહાર માટેની લાભ ઉઠાવશે.
આ ભાગીદારીનું વિગતવાર વર્ણન કરતા, ટાટા ટેલિસર્વિસીઝના પ્રોડક્ટ અને માર્કેટિંગના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી વિશાલ રેલીએ જણાવ્યું હતુ કે, “ટાટા ટેલિસર્વિસીઝ ખાતે અમે બિઝનેસીસને ‘ડિજીટલ ફર્સ્ટ’ વિચારધારા અપનાવવાનું પ્રોત્સાહન આપીએ છીએ અને તેમને તેમના ગ્રાહક અનુભવમાં વધારો અને સુધારો કરે તેવા ઉકેલો સુધી લઇ જઇએ છીએ.
સાહસોને અમારા અદ્યતન, ઊંચી ક્ષમતાવાળા ડિજીટલ કનેક્ટિવીટી નેટવર્ક દ્વારા અંતરાયમુક્ત અને ચડીયાતો યુનિફાઇડ વીડિયો સંદેશાવ્યવહાર અનુભવ પૂરો પાડવા માટે ઝૂમ સાથે ભાગીદારી કરતા આનંદ અનુભવીએ છીએ. ઝૂમના ભારતમાં પસંદગીના ભાગીદાર બનતા અમે ખુશ છીએ અને ભારતીય માર્કેટમાં તેમના નવીન કોલોબ્રેટીવ ઉકેલો રજૂ કરવાની આશા રાખીએ છીએ.”
ઝૂમના જનરલ મેનેજર અને ભારતના વડા શ્રી સમીર રાજેએ ઉમેર્યુ હતુ કે, “અમે ટાટા ટેલિસર્વિસીઝ સાથે ભીગાદીર કરતા અને તેમના વધી રહેલા ગ્રાહક વર્ગને અમારી સહજ, સલામત અને ઓલ-ઇન્ક્લ્યુસિવ વીડિયો ફર્સ્ટ સંદેશાવ્યવહાર પ્લેટફોર્મ કે જેમને વિવિધ ઉપખંડોમાં પથરાયેલી સરહદ પારની રિયલ ટાઇમ મિટીંગ્સમાં સહાય કરશે તે ઓફર ખુશ છીએ.
ઝૂમે ભારત પર મદાર રાખ્યો છે અને પ્રતિબદ્ધ છે અને અનેક ભારતીય બિઝનેસીસ, હોસ્પિટલ્સ, શિક્ષણસંસ્થાઓ અને અન્ય સંસ્થાઓને જોડાયેલા રાખવામાં મદદ કરવાનો ગર્વ અનુભવીએ છીએ.ટાટા ટેલિસર્વિસીઝના મજબૂત નેટવર્ક અને પહોંચ સાથે અમે વૈશ્વિક કક્ષાનો વીડિયો સંદેશાવ્યવહાર અનુભવ પૂરો પાડવા અન ભારતમાં અમારી હાજરી વધારવાનું વિચારવાની સાથે સ્થાનિક બજારની નવી અને સતત બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માગીએ છીએ.”
વિભાજિત સંદેશાવ્યવહાર અને પરિણમતી ઉત્પાદકતાની ખોટ અને સમસ્યાઓનો મોટા ભાગના સાહસો સામનો કરી રહ્યા છે જેના કારણે ઓફિસથી દૂર રિમોટ કામગીરીમાં અને સમયમાં વધારો થાય છે. ગમે ત્યાંથી કામ કરવું અને સાનુકૂળ કામગીરી આગળ જતા વધુને વધુ સર્વસામાન્ય સ્થળ બની રહેનાર છે
અને સરળ છતા શક્તિશાળી વીડિયો કોન્ફરન્સીંગ ઉકેલો રોગચાળા બાદની કાર્યસ્થળની સફળથામાં સ્થળાંતર કરવા માટે એક આંતરિક ભાગ બની રહેશે. વીડિયો સંદેશાવ્યવહાર કાર્યસ્થળના ભવિશષ્યને આકાર આપી રહ્યા છે અને ઝૂમ તેના નવીન, વપરાશમાં સરળ, શ્રેષ્ઠ અને સહજ સંદેશાવ્યવહાર પ્લેટફોર્મ સાથે આ ક્ષેત્રે અગ્રણી છે.
પ્રગતિકારક ડિજીટલ સહાયકર્તા તરીકે ટાટા ટેલિસર્વિસીઝ સાહસ સેગમેન્ટમાં ગ્રાહકોની જરૂરિયાત વિશે ઊંડી સમજ ધરાવે છે અને આ ભાગીદારી ઝૂમના વૈશ્વિક કક્ષાના પ્લેટફોર્મની અન્ય ઉપરાંતની સેવાઓ જેમ કે ઝૂમ મિટીંગ્સ, ઝૂમ વેબીનાર્સને દરેક કદના સાહસો સુધી લાવશે અને તેમને તેમની ભારતમાં અને વિશ્વમાં ટીમ અને ભાગીદારો સાથે અસરકારક રીતે સહયોગ સાધવામાં સહાય કરશે.
ટાટા ટેલિસર્વિસીઝ અને ઝૂમ ખાસ કરીને દેશના એસએમઇ જેવા સાહસ ગ્રાહકોની યુનિફાઇડ સંદેશાવ્યવહારની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ભાગીદારી એવા ઉકેલો આપવાનો પ્રયત્ન કરશે જે ગ્રાહકોની ચોક્સાઇ, કાર્યક્ષમતા અને અત્યંત અગત્યની ખુશીઓને આગળ ધપાવવામાં મદદ કરશે.
ઉદ્યોગ સેગમેન્ટ્સમાં રહેલી સંસ્થાઓ જેમ કે બેન્કિંગ અને નાણઆં સેવાઓ, આરોગ્યસંભાળ, આઇ-આધારિત બિઝનેસીસ અને શિક્ષણ હવે ટાટા ટેલિસર્વિસીઝના પ્રશંસાપાત્ર 24/7 સંચાલિત સેવા ટેકાની ક્ષમતાઓ અને વિશ્વાસ દ્વારા સમર્થિત વન-સ્ટોપ યુનિફાઇડ સંદેશાવ્યવહારમાં ઍક્સેસ કરી શકશે.
ટાટા ટેલિસર્વિસીઝ અને ઝૂમનું વીડિયો કોમ્યુનિકેશન્સ પ્લેટફોર્મ અસંખ્ય વિશિષ્ટ ફીચર્સ જેમ કે લાઇવ વીડિયો, 50,000 દર્શકો માટે વીડિયો વેબીનાર્સ સ્ટ્રીમીંગ સહિત વન ક્લિક ઍક્સેસ, વીડિયો, વોઇસ, કન્ટેન્ટ શેરીંગ, રેકોર્ડીંગ, વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ, કંપની બ્રાન્ડીંગ, મલ્ટી લેયર સિક્યુરિટી અને વિશ્વભરના સ્થળોએથી 1000 લોકોની મિટીંગ ભાગીદારીનો સમાવેશ થાય છે.
ટાટા ટેલિસર્વિસીઝે તેની ઊંડી ગ્રાહક કુશળતાનો લાભ ઉઠાવ્યો છે અને તેણે તાજેતરમાં એવા અનેક પગલાં લીધા છે જેના લીધે નવીન અને વિશ્વસનીય ઉકેલો કે જે તેમની સ્પર્ધાત્મકતાને વેગ આપે છે તેની સાથે સાહસોને સશક્ત બનાવી શકાય. કંપનીએ ગ્રેડ ઉકેલો જેમ કે સ્માર્ટફ્લો, અલ્ટ્રા-લોલા, સ્માર્ટ ઇન્ટરનેટ લિઝ્ડ લાઇન, કોલબ્રેશન ઉકેલો, IoT,
ડેટા સંચાલન અને દરેક ઉદ્યોગોમાં સાયબર સિક્યુરિટી જેવા સાહસોના પોર્ટફોલિયોનો વધુ મજબૂત બનાવ્યો છે. આ ઉકેલો વિતરીત અને રિમોટ વર્કીંગ વાતાવરણામંથી ઉત્પન્ન થતી જરૂરિયાતો પરત્વે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગ્રાહકોને અનકૂળ રીતે, શ્રેષ્ઠ રીતે અને સલામત રીતે બિઝનેસ સાતત્યતા જાળવવામાં સહાય કરે છે.