કેરળમાં ઝીકા વાયરસનો કહેર,૫ નવા પાંચ નોંધાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/corona2-1-1024x576.jpg)
તિરૂવનંતપુરમ: કોરોનાની સાથે કેરળમાં ઝીકા વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. ઝીકાના ૫ નવા કેસ સામે આવવાની સાથે અહીં સંક્રમણના કુલ કેસ ૬૧ થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ૫ લોકો સંક્રમિત થયા છે તે તમામ તિરુવનંતપુરમના છે. અલાપ્પુઝામાં કારયેલા ટેસ્ટમાં ૫ લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
સ્વાસ્થ્ય વિભાગના અનુસાર જે દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરાયા નથી તેમની સ્થિતિ સારી છે. મંત્રીએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે કેમકે રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિત થનારા લોકો વધી રહ્યા છે. સીએમએ કહ્યું કે કેરળમાં ઝીકાના કેસ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના એડીઝ મચ્છરથી ફેલાય છે.
સ્વાસ્થ્ય અધિકારીના આધારે સંક્રમિત વ્યક્તિ જાે બેડ રેસ્ટ કરે છે તો તેનાથી સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે. ઝીકા વાયરસ માટે કોઈ એન્ટી ફંગલ દવા કે વેક્સિન નથી.વાયરસા બચાવની રીત એ છે કે ખાસ કરીને દિવસના સમયે મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું. વાયરસ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક માનવામાં આવી રહ્યો છે. તેનાથી બાળકમાં પણ વાયરસ આવવાની શક્યતા રહે છે. આ સિવાય તેમાં વિકૃતિ પણ આવી શકે છે.