ગુજ.બોર્ડ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ કાલે જાહેર કરવામાં આવશે
અમદાવાદ: ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી જે પરિણામની વાલીઓ રાહ જાેઈ રહ્યા હતા તેની જાહેરાત થવા જઈ રહી છે.ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આવતીકાલે ૩૧ જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે.
પરિણામ સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટresult.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાનું પરિણામ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના પરિણામની ઝેરોક્ષ આપીને તેમના પરિણામની જાણ કરવાની રહેશે.
કોરોનાના કારણેપહેલીવાર ધો. ૧૨ બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે ૧૦૦ ટકા પરિણામ જાહેર કરાશે.રાજય સરકારે ધો. ૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો ર્નિણય લીધા પછી ધો. ૧૨ સાયન્સના ૧.૪૦ લાખ અને ૫.૪૩ લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો ર્નિણય લીધો હતો.