ગર્ભવતીના શરીરમાંથી ૭ માસની સ્ટોન બેબી મળી
રાયપુર: છત્તીસગઢમાં ગર્ભવતી મહિલા સાથે જાેડાયેલો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અને તેના કારણે ડોકટરો પણ હેરાન છે.
ડોકટરોને આ મહિલાના શરીરમાંથી પથ્થરનુ ભ્રુણ મળ્યુ છે.ડોકટરોનુ કહેવુ છે કે, કેટલીક શારીરિક સમસ્યાઓના કારણે મહિલાના પેટમાં સ્ટોન બેબી એટલે કે પથ્થરનુ ભ્રુણ બની ગયુ હતુ. ડોકટરોએ મહિલાના શરીરમાંથી તેને બહાર કાઢ્યુ હતુ.
રાયપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં એક મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ મહિલાને પેટમાં દુખાવો અને સોજાે આવ્યો હોવાની ફરિયાદ હતી.
ડોકટરોએ તપાસ કરી તો ગર્ભમાં રહેલા સ્ટોન બેબી અંગે જાણકારી મળી હતી. સાત મહિનાના આ સ્ટોન બેબીને ડોકટરોએ સર્જરી કરીને બહાર કાઢ્યુ હતુ. એ પછી મહિલાનો દુખાવો પણ બંધ થઈ ગયો હતો.
ડોકટરોનુ કહેવુ છે કે, ગર્ભાશયની બહાર પેટમાં સ્ટોન બેબીનુ બનવુ બહુ દુર્લભ ઘટના છે. આવા કેસ જવેલ્લે જ જાેવા મળતા હોય છે. જાેકે હવે આ મહિલા સાજી થઈ ગઈ છે. તેને રજા આપવાની તૈયારી ચાલી રહી છે. મહિલાને દુખાવો થયો તેના પંદર દિવસ પહેલા તેણે સમય કરતા વહેલા એક બાળકને જન્મ આપ્યો હતો. જાેકે તેને સારવાર છતા બચાવી શકાયુ નહોતુ.