છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૨૧ કોરોના કેસ નોંધાયા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કેસ પણ કાબુમાં આવી રહ્યા છે. આજે રાજ્યમાં માત્ર ૨૧ કોરોના કેસ જ નોંધાયા હતા. આ ઉપરાંત ૨૯ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૫૧૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા એ પહોંચ્યો છે.
તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં ૩,૪૩,૭૪૨ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૩૩ લોકોને પ્રથમ અને ૬૯૬૧ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૬૫૩૨ લોકોને પ્રથમ અને ૫૨૧૩૯ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષ સુધીના ૧૯૦૪૬૨ ને પ્રથમ અને ૨૭૫૧૫ લોકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૩,૪૩,૭૪૨ લોકોનું આજે રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે ૩,૨૯,૫૮,૨૦૩ કુલ નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૨૬૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ લોકો વેન્ટીલેટર પર છે. ૨૫૫ દર્દીઓ સ્ટેબલ છે. ૮,૧૪,૫૧૪ લોકોને ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૭૬ લોકોના કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જાે કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.