શિલ્પા શેટ્ટી સુંદર દેખાવા પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂકી છે
મુંબઈ: અશ્લીલ ફિલ્મોના મામલે પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સતત ચર્ચામાં છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને એપ પર ડાઉનલોડ કરવાનો આરોપ છે. આ મામલે શિલ્પા શેટ્ટીની કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
૧૯ જુલાઈએ ધરપકડ થઈ ત્યારથી શિલ્પા અને રાજ સાથે જાેડાયેલી નવી નવી માહિતી સામે આવી રહી છે. જાે કે, શિલ્પા શેટ્ટી વિવાદમાં આવી હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. કંગના રનૌતની જેમ તે પણ કોન્ટ્રોવર્સી ક્વીન છે અને અનેકવાર મુશ્કેલીમાં ફસાઈ ચૂકી છે.
જાે કે, દર વખતે તેણે સામે આવીને મીડિયા સામે આવીને વાત કરી હતી. જાે કે, આ કેસમાં તે આમ કરી રહી નથી. રાજ કુંદ્રાનો વિવાદ સાઈડમાં મૂકીએ અને શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તે બોલિવુડની જાણીતી એક્ટ્રેસ છે. આશરે ૧૩ વર્ષ બાદ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘હંગામા ૨’થી તેણે કમબેક કર્યું છે.
જાે કે, રાજ કુંદ્રાના વિવાદના કારણે કોઈએ આ ફિલ્મ પર એટલું ધ્યાન આપ્યું નહીં. આટલા વર્ષ સુધી ફિલ્મથી દૂર રહેનારી શિલ્પા શેટ્ટી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહી અને ડાન્સ રિયાલિટી શો જજ કરતી જાેવા મળી.
શિલ્પા શેટ્ટીએ શાહરુખ ખાન અને કાજાેલની ૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘બાઝીગર’થી ડેબ્યૂ કર્યું હતું. શિલ્પા શેટ્ટી બોલિવુડની તેવી હીરોઈનોમાંથી એક છે, જેણે પોતાનો લૂક બદલવા માટે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો હતો. શિલ્પા શેટ્ટીની જે જૂની તસવીરો વાયરલ થઈ રહી છે તે જાેઈને તમારી આંખને પણ વિશ્વાસ નહીં આવે. પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ ઘણી હીરોઈનો વાત સ્વીકારતી નથી
પરંતુ શિલ્પા શેટ્ટીએ ખુલીને આ અંગે કહ્યું હતું. સર્જરી બાદ શિલ્પા શેટ્ટીના ચહેરા પર જબરદસ્ત ફેરફાર જાેવા મળ્યો. આટલું જ નહીં તેણે યોગાસન અને એક્સર્સાઈઝ થકી બોડી પણ ટોન્ડ કરી લીધી. શિલ્પા શેટ્ટી પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા પહેલા ભલે ગમે તેવી દેખાતી હોય
પરંતુ હવે જે રીતે તે બોડી મેઈન્ટેન કરી રહી છે તે જાેઈને બોલિવુડમાં હાલમાં આવેલી એક્ટ્રેસ પણ શરમાઈ જાય. ૪૬ વર્ષની શિલ્પા શેટ્ટી વિઆન અને સમિષા એમ બે બાળકોની માતા છે. પરંતુ તેને જાેઈને જરાય લાગે નહીં.