Western Times News

Gujarati News

અમે તનતોડ મહેનત કરી હતી, પરીક્ષા લેવાઈ હોત તો ૯૫ ટકા આવ્યા હોત : વિદ્યાર્થીઓ

Files Photo

અમદાવાદ: સરકારે કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ ૧૦ અને ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ ૧૦ અને ૧૨નાં પરિણામ આવ્યાં છે. ગઈકાલે ઝ્રમ્જીઈનું ધોરણ ૧૨નું પરિણામ આવ્યું હતું. આજે ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું છે. આ પરિણામથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જાે પરીક્ષા આપી હોત તો ૯૫ ટકા આવ્યા હોત, પરંતુ માસ પ્રમોશનને કારણે માત્ર ૮૧ ટકા જ આવ્યા છે. પરીક્ષા આપી હોત તો પરિણામ સારું આવી શક્યું હોત.

ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી. આ સમયગાળામાં કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત ૧૫ જુલાઈએ યોજાઈ છે. હવે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતાં તેમનામાં અસંતોષ જાેવા મળ્યો છે. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ના ૫૦ ટકા,ધોરણ ૧૧ના ૨૫ ટકા અને ધોરણ ૧૨ના ૨૫ ટકા ગુણની ગણતરી કરવામાં આવી હતી. ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓએ મહેનત ના કરી હોવાથી પરિણામમાં અસર પડી છે.

ચોટલિયા કીર્તન નામના વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારે ૮૧.૬ ટકા આવ્યા છે. મેં દિવસ દરમિયાન ૪-૫ કલાક વાંચન કર્યું હતું. જાે પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ સારું આવી શક્યું હોત. મેં મારી તૈયારી ૯૫ ટકા સુધી કરી હતી, પરંતુ માસ પ્રમોશનને કારણે પરિણામ ઘટીને ૮૧.૬ ટકા જ આવ્યું છે. ધ્રુમી શાહ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે પરીક્ષા લેવામાં આવી હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત. હાર્દિક પરમાર નામની વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મેં રોજ ૬થી ૮ કલાક મહેનત કરી હતી, એટલે પરીક્ષા આપી હોત તો પરિણામ હજુ પણ સારું આવી શક્યું હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.