ઘરકંકાસમાં પુત્રએ ઈંટોના ઘા મારતા પિતાનું મોત નિપજયું
રાજકોટ: દરેક પરિવારમાં સામાન્ય તકરાર થતા હોય છે પરતું રાજકોટમાં પિતા પુત્ર વચ્ચે સામાન્ય બોલા ચાલી થતા આવશેમાં આવી પિતાની ર્નિમમ હત્યા નિપજાવી દેતા ચકચાર મચી ગયો છે, રૈયા ગામમાં ઘરકંકાસમાં પુત્રએ ઈંટોના ઘા મારીને પિતાની ર્નિમમ હત્યા નિપજાવી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી
આરોપીને કબ્જે લઈ આગાળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે જાે કે પિતા પુત્ર વચ્ચે કઈ બાબતને લઈ તકરાક થઈ હતી તે હજુ સામે આવ્યું નથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તેમજ સ્થાનિકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. રૈયા ગામે બનેલી ઘટનાને લઈ ચારે તરફ ચર્ચાએ જાેર પકડ્યું છે તેમજ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જાે કે પિતાને ઈંટ મારી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.