મહેસાણામાં ખાણી પીણીની લારીઓ પર ઓચિંતી તપાસ : જથ્થો નાશ કરાયો

મહેસાણા: ચોમાસાની શરૂઆત થતા રોગચાળો ફેલાવાની સંભાવના વધતી હોય છે. ચોમાસા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંના થાય એના માટે તંત્ર દ્વારા ખાણી પીણીના સેન્ટરો પર તપાસ કરતી હોય છે. જેમાં મહેસાણામાં પણ ચોમાસાની શરૂઆત થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગી જતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૨૦૦ જેટલી પાણીપૂરીની લારીઓની તપાસ કરાઈ હતી.
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગસ વિભાગે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ઉભી રહેતી ખાણી પીણીની લારીઓ પર ઓચિંતી તપાસ કરી હતી. જેમાં ૨૦૦ જેટલી લારીઓમાં પાણીપુરીમાં વપરાતી ચીજ વસ્તુઓ જેવી કે પાણી, બટાકા,વટાણા અને મસાલા ની તપાસ કરાઈ હતી. જેમાં શંકાસ્પદ લાગતી ૧૫ જેટલી લારીઓ પર થી સેમ્પલ મેળવી રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા. તપાસ દરમિયાન ૧૭ કિલો બટાકા નો માવો અને ૧૪ લીટર પાણી નો નાશ કરવામા આવ્યો હતો.