યુપીના આઈપીએસ પુત્રીને પરેશાન કરતા હોવાની ફરિયાદ
ગાઝિયાબાદ: યુપીના એક આઈપીએસ ઓફિસર સામે યુવતીને હેરાન પરેશાન કરવાની ફરિયાદ થઈ છે.યુવતીના પિતાએ મુખ્યમંત્રીને સંબોધન કરીને ટિ્વટર પર કરેલી ફરિયાદ બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ છે. ફરિયાદ કરનાર યુવતીના પિતા ગાઝીયાબાદના રહેવાસી છે .તેમણે આરોપ લગાવ્યો છે કે,
એક વરિષ્ઠ આઈપીએસ ઓફિસર મારી પુત્રીને રાત્રે ફોન કરીને પરેશાન કરે છે.યુવતીના પિતાએ ટિ્વટર પર ગૃહ મંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીના પોલીસ વડા તેમજ આઈપીએસ એસોસિએશનને પણ ટેગ કર્યુ છે. યુવતીના પિતાએ આઈપીએસ ઓફિસર સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.સાથે સાથે આ ઓફિસર ભ્રષ્ટ હોવાનો આરોપ પણ યુવતીના પિતાએ લગાવ્યો છે.જેના પગલે હવે યુપીના પોલીસ વડાએ અન્ય એક ઉચ્ચાધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપી છે.