તાલિબાન પર એરસ્ટ્રાઇક, ૨૫૪ આતંકી ઠાર મરાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/taliban.jpg)
પ્રતિકાત્મક
તાલિબાન પર અફઘાનિસ્તાનની મોટી કાર્યવાહી
નવી દિલ્હી, અફઘાનિસ્તાન એરફોર્સે તાલિબાન પર મોટી કાર્યવાહી કરી છે. અલગ અલગ એરસ્ટ્રાઇકમાં અફઘાની વાયુસેનાએ ૨૫૪ તાલિબાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે ૯૭ થી વધુ આતંકવાદી ઘાયલ થયા છે.
અફઘાની સેનાએ ૨૪ કલાકની અંદર કાબૂલ, કંધાર, કુંદુજ, હેરાત, હેલમંદ અને ગજની સહિત આતંકવાદીઓને ૧૩ અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકવાદીઓ પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં ભરેલી ગાડી ઉડાવી દીધી છે.
આ દરમિયાન અફઘાની સેનાએ ૧૩ આઇઇડી પણ ડિફ્યૂજ કરવામાં આવ્યા છે. કાલે પણ વાયુસેનાએ કંઘારના એક વિસ્તારમાં તાલિબાની આતંકવાદીના બંકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ૧૦થી વધુ આતંકવાદી માર્યા ગયા છે.
તમને જણાવી દઇએ કે હાલમાં અફઘાનિસ્તાનમાં હિંસાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકન સૈનિકોની વાપસી વચ્ચે અફઘાનિસ્તાનમાં ગત થોડા અઠવાડિયામાં ઘણા આતંકવાદી હુમલા થયા છે. તાલિબાને તાજેતરમાં જ ખૂબ ભૂભાગ પર કબજાે કરી લીધો છે.
ઘણા પડોશી દેશો સાથે અડેલી સીમાઓ પર પણ તેનું પ્રભુત્વ જમાવી લીધું છે અને ઘણી પ્રાંતીય રાજધાનીઓ પર તેનો કબજાે કરવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અમેરિકા-નાટો સૈનિકોની વાપસીનું ૯૫ ટકા કામ કરી લીધું છે અને ૩૧ ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનથી તેની પૂર્ણ વાપસી થઇ ગઇ છે.
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષના પહેલાં છ મહિનામાં અફઘાનિસ્તાનમાં હિંસા દરમિયાન માર્યા ગયા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં વર્ષ અવધિની તુલનામાં ૪૭ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર સ્પષ્ટ ચેતાવણી આપે છે કે જાે હિંસા પર પર લગામ કસવામાં આવી તો આ વર્ષે મોટી સંખ્યામાં અફઘાન નાગરિક મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા.