દેશમાં સતત છઠ્ઠા દિવસે ૪૦ હજારથી વધારે કેસ

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૧૩૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૨૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૬,૯૫,૯૫૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૭,૨૨,૨૩,૬૩૯ લોકોને કોરોના વેક્સીના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૮ લાખ ૫૭ હજાર ૪૬૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
૨૪ કલાકમાં ૩૬,૯૪૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૩૬ ટકા છે. હાલમાં ૪,૦૫,૧૫૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૪,૭૭૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૬,૯૬,૪૫,૪૯૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૪,૨૮,૯૮૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિએ કોરોનામાંથી જીવ ગુમાવ્યો નથી. જ્યારે રવિવારે ૨૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોવિડ-૧૯થી સાજા થવાનો દર ૯૮.૭૪ ટકા થઈ છે.
રાજ્યમાં એક્ટીવ કેસોની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૩૦ એક્ટિવ કેસો છે જેમાં ૫ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૩૨૪ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૦૭૬ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે ૮૧,૪૩૦૦૭ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધી ૩,૨૨,૬૬૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના નવા ૩૦ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિએ કોરોનામાંથી જીવ ગુમાવ્યો નથી. જ્યારે આજે ૨૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોવિડ-૧૯થી સાજા થવાનો દર ૯૮.૭૪ ટકા થઈ છે.