જૈશ એ મોહમ્મદનો ડોન મસુદ અઝહર પાકિસ્તાનમાં છુપાયેલો છે
ઇસ્લામાબાદ: આતંકવાદને લઇ એકવાર ફરી પાકિસ્તાન બેનકાબ થયું છે એફએટીએફની ગ્રે યાદીથી બચવાનો સતત પ્રયાસ કરી રહેલ પાકિસ્તાનની એક વાર ફરી પોલ ખુલી ગઇ છે દુનિયાની આંખમાં ધૂળ નાખી રહેલ પાકિસ્તાનની પોલ ખુલી ગઇ છે.પાકિસ્તાન આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો ડોન મસુદ અઝહર પાકિસ્તાનમાં જ છુપાયેલો છે રિપોર્ટ અનુસાર મસુદ અઝહર પાકિસ્તાનના બહાલપુરમા રહે છે જેની સુરક્ષામાં પાકિસ્તાનના સુરક્ષા દળો તહેનાત રહે છે આથી એકવાર ફરી તે સાબિત થઇ ગયું છે કે પાકિસ્તાન આતંકવાદનું આશ્રય સ્થાન છે.આતંકવાદીઓ માટે પાકિસ્તાનની ધરતી સ્વર્ગ બનેલ છે.
આ ખુલાસા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઇ છે. પાકસ્તાનના એફએટીએફથી બહાર નિકળવાની આશાઓ પર પાણી ફરી વળ્યં છે દુનિયાની સામે હવે એ સિધ્ધ થઇ ગયું છે કે પાકિસ્તાન આતંકવાદ પર કાર્યવાહી કરવાની જગ્યાએ તેનું પાલન પોષણ કરે છે. તેણે આંતરરાષ્ટ્રીય આતંકી અઝહરને પોતાના જ ઘરમાં છુપાવી રાખ્યો છે. આવામાં આ અહેવાલો તેના માટે શુભ નથી ગ્રે યાદીથી બહાર આવવા માટે પાકિસ્તાન ઝઝુમી રહ્યું છે કંગાળ થઇ ચુકેલ પાકિસ્તાન આર્થિક સંકટથી ઝઝુમી રહ્યું છે ગ્રે યાદીમાં સામેલ થવાન કારણે તેને લગભગ ૨૭,૫૨,૭૬,૧૮,૦૦,૦૦૦ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડયુ છે.
એક રિપોર્ટ અનુસાર અઝહર પાકિસ્તાનના વહાલપુરમાં સુરક્ષિત છે તેના એક સ્થળ વહાલપુરમાં ઉસમાન ઓ અલી મસ્જિદની પાસે અને બીજાે અડ્ડો જામિયા મસ્જિદ સુભાન અલ્લાહમાં છે અઝહરના ઘરની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની છે તેના ઘરની સુરક્ષામાં હથિયારબંધ સુરક્ષા કર્મી તહેનાત રહે છે આસપાસના વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવી છે.તે પાકિસ્તાન સરકારના નાકની નીચે પુરી વ્યવસ્થાની સાથે રહી રહ્યો છે.
આ ખુલાસા બાદ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાએ કહ્યું કે આ ખુલાસાથી આતંકવાદની વિરૂધ્ધની લડાઇને વધુ બળ મળશે કેન્દ્ર સરકાર આ મામલાને વૈશ્વિક મંચ પર જાેરશોરથી ઉઠાવશે. ભાજપ સાંસદ રાકેશ સિન્હાએ કહ્યું કે આ ખુલાસાથી પાકિસ્તાન બેનકાબ થઇ ગયું છે આખરે ઇમરાનની હકીકત તમામની સામે આવી ગઇ છે.તેમણે એ પણ આ મુદ્દાને બીજા દેશોની સામે સંયુકત રાષ્ટ્રમાં ઉઠાવવાની માંગ કરી છે.