માણાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાંટવામા ભાજપ સરકારની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/10-1024x485.jpg)
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવા ખાતે તથા પ્યાસા ચોક અને શિવાજી ચોક ખાતે એ.આઇ.સી.સી.મેમ્બર તથા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રભારી ડો.શહેનાઝબેન બાબીના અધ્યક્ષ સ્થાને ભાજપ સરકારની શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી, વિગેરે તમામ ક્ષેત્રે ભાજપની નિષ્ફળતાઓની હાલ વિજયભાઈ રૂપાણી ની સરકાર પાંચ વર્ષ પુરા થતા ની ઉજવણી કરી રહી છે
તે માટે સરકારે સરમ કરવી જોઈએ લોકો બેરોજગારી, મોંધવારીથી ત્રસ્ત છે અને સરકાર તેની ઉજવણી ના તાયફાઓમા મસ્ત છે લોકશાહી જેવું કાંઇ રહ્યું નથી લોકો હેરાન પરેસાન છે છતાં સરકારને લોકોની પીડા થતી નથી ભાજપ લોકોને ભુલી ગય છે મોટાં મોટાં ટેક્ષથી લુંટવા સિવાય ભાજપ સરકારે કાંઇ કર્યું નથી ખાલી વાયદાઓ કરી પ્રજાની ક્રુર મજાક કરી રહીં છે
આ તકે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી, તાલુકા યુવા દળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકીયા, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ દિલીપભાઇ જસાણી, વૃન્દાવન રિપોર્ટ વાળા જીગ્નેશભાઈ છૈયા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ જુણાજીભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ નારણભાઈ ચૌહાણ, રાણાભાઇ રબારી, બાંટવા યુવાદળના પ્રમુખ સુરેશભાઈ મીઠવાણી, પ્રકાશભાઈ લાલવાણી, પુંજાભાઈ રાઠોડ, અશ્વિનભાઈ નકુમ, જીતુભાઈ રાઠોડ વિગેરે કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા પ્યાસા ચોકથી શિવાજી ચોક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવા ખાતે ભાજપ સરકાર નિષ્ફળતા બાબતે પ્લે કાર્ડ સાથે રેલી કાઢી નારેબાજી કરવામાં આવી હતી