Western Times News

Gujarati News

વડાપ્રધાન યુપીમાં ૯ મેડિકલ કોલેજાેના લોકાર્પણમાં સામેલ થશે

લખનૌ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરપ્રદેશ પ્રવાસની તારીખ નક્કી થઈ ગઈ છે. ૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન યુપીના સિદ્ધાર્થનગરમાં ૯ મેડિકલ કોલેજાેના લોકાર્પણ કાર્યર્ક્મમાં સામેલ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વયં આ કાર્યર્ક્મની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આખરે ૫ ઓગસ્ટના રોજ જ આ કાર્યર્ક્મને કેમ આયોજિત કરવામાં આવી રહ્યો છે?

યોગીએ ર્મિજાપુરમાં વિંધ્યવાસિની કોરિડોરના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન આ બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, ૫ ઓગસ્ટે રાજયમાં ભવ્ય કાર્યર્ક્મ યોજાશે. ૫ ઓગસ્ટ એટલા માટે કેમ કે આપણાં દેશ માટે આ દિવસ ઘણો જ મહત્વનો છે. ૫ ઓગસ્ટના દિવસે જ આપાના જાંબાઝ જવાનોએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. આ દિવસે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ દૂર કરવામાં આવી હતી. આ જ દિવસે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં ભવ્ય મંદિરનો
શિલાન્યાસ કર્યો હતો. ૫ ઓગસ્ટનો દિવસ ભારતીય ઈતિહાસમાં આઝાદી બાદથી ખૂબ જ મહત્વનો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લામાં સારી સ્વાસ્થ્ય સિવિધાઓ વધારવા માટે મેડિકલ કોલેજનું શિલાન્યાસ કર્યો હતો. તેમણે ત્રણ જ વર્ષની અંદર ઓપીડીની સાથે એમબીબીએસનો અભ્યાસ પણ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

મળતી માહિતી મુજબ, આ બધી જ મેડિકલ કોલેજ સંચાલન માતાએ તૈયાર છે અને પીએમ મોદી દ્વારા તેનું ઉદ્‌ઘાટન થયા બાદ લોકો માટે તેણે ખોલવામાં આવશે. આ મેડિકલ કોલેજાે ઉચ્ચ સાધન સામગ્રી અને સુવિધાથી સજ્જ છે. માટે આવનારા સમયમાં રાજ્યના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ મળશે.

૯ મેડિકલ કોલેજ શરૂ થયાની સાથે ક યોગી સરકાર પણ એક ઇતિહાસ બનાવી લેશે. એક સાથે રાજયમાં ૯ મેડિકલ કોલેજ શરૂ થવાનો. યોગી સરકારે માત્ર સાડા ચાર વર્ષના કામકાજ દરમિયાન જ આ કમાલ કરી બતાવી છે. ૨૦૧૭ બાદથી ૪ વર્ષોની અંદર જ તમામ ૯ મેડિકલ કોલેજ બનીને તૈયાર થઈ છે. હાલના સમયમાં રાજયમાં ૨૨ મેડિકલ કોલેજ છે. એક સાથે ૯ મેડિકલ કોલેજ મળવાથી રાજયમાં મેડિકલ કોલેજની સંખ્યા વધીને ૩૧ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.