આ વર્ષે અત્યાર સુધી ૮૯ આતંકવાદીઓ માર્યા ગયા છે
શ્રીનગર: આ વર્ષ અત્યાર સુધી અલગ અલગ અથડામણોમાં ૮૯ આતંકવાદી માર્યા ગયા છે.ગત વર્ષની સરખામણીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ઓછી છે પરંતુ આતંકી સંગઠનોના અનેક ટોપ કમાંડરોનું માર્યું જવું સુરક્ષા દળો માટે મોટી સફળતા સમાન છે. કુલ ૪૦ યુવક વીઝા પર પાકિસ્તાન ગયા જેમાંથી ૨૭ આતંકી બની અને હથિયાર લઇ પાછા આવ્યા અને માર્યા ગયાં.૧૩ યુવક હજુ પણ પાકિસ્તાનમાં છે. તાજેતરમાં ગુરેજમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બેએ વીજા પર યાત્રા કરી હતી આ વાત કાશ્મીર જાેનના આઇજી વિજયકુમારે પુલવામા અથડામણ બાદ કહી હતી જયારે સેનાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં હાલ સક્રિય આતંકવાદીની સંખ્યા ૨૨૫ છે.
એ યાદ રહે કે કાશ્મીરના પુલવામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે સુરક્ષા દળોએ મસૂદ અઝહરના નજીકના મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે લંબુ અને તેના સાથી આતંકીને ઠાર માર્યા છે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એકે ૪૭ રાયફલ અને એક એમ ૪ રાયફલ કબજે કરવામાં આવી છે.આઇજીપી વિજયકુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદથી જાેડાયેલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ ઇસ્માલ ઉર્ફે લંબુ પણ સામેલ છે. લંબુ મસુદ અઝહરના પરિવારથી હતો તે લેથપોરા હુમલાનો કાવતરાખોર અને યોજનામાં સામેલ હતો આત્મધાતી હુમલાના દિવસ સુધી તે આદિલ ડારની સાથે રહ્યો આદિલ ડારની વાયરલ વીડિયોમાં તેનો પણ અવાજ હતો બીજા આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. આઇજીપીએ સુરક્ષા દળોની સંયુકત ટીમને અભિનંદન પાઠવ્યા હતાં