Western Times News

Gujarati News

લોકસમતા-સમાજવાદની અત્યંત જરૂર : લાલુ પ્રસાદ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ વધવા લાગી છે. સોમવારે નવી દિલ્હી ખાતે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે ટ્‌વીટર પર બંને દિગ્ગજાેની મુલાકાતની તસવીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુલાયમ સિંહ યાદવે સોમવારે સંસદના સત્રમાં પણ ભાગ લીધો હતો. અખિલેશે જે ફોટો શેર કર્યો હતો તેમાં બંને નેતા ચા પીતા જાેવા મળ્યા હતા.

આ મુલાકાત બાદ લાલુ યાદવે પણ ટ્‌વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, દેશના વરિષ્ઠતમ સમાજવાદી સાથી આદરણીય મુલાયમ સિંહ જીની મુલાકાત લઈને તેમના ક્ષેમકુશળ જાણ્યા. સાથે જ તેમણે ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની નોંધ પણ લખી હતી. અંતમાં તેમણે આજે દેશને પૂંજીવાદ અને સમ્પ્રદાયવાદની નહીં પણ લોકસમતા અને સમાજવાદની અત્યંત જરૂર છે તેમ લખ્યું હતું.

જામીન પર બહાર આવેલા લાલુ પ્રસાદ યાદવ હાલ નવી દિલ્હી ખાતે પોતાની દીકરી અને સાંસદ મીસા ભારતીના ઘરે રોકાયા છે. હાલ તેમણે મુલાકાતોનો દોર શરૂ કરી દીધો છે. થોડા દિવસ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે પણ લાલુ યાદવની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.