રજાના દિવસે કરિશ્મા સાથે કરીના કપૂરે પેટ ભરીને ખાધું
મુંબઈ: કરીના કપૂર અને કરિશ્મા કપૂરનો એકબીજા પ્રત્યનો પ્રેમ જાણીતો છે. જ્યારે પણ બંનેને ટાઈમ મળે ત્યારે એકબીજાના ઘરે મળવા દોડી જાય છે. કરીના અને કરિશ્મા ખાસ કરીને વીકએન્ડ સાથે પસાર કરવાનું પસંદ કરે છે. રવિવારે સિસ્ટર્સ ડે હતો, ત્યારે બોલિવુડની ગ્લેમરસ કપૂર બહેનો આ દિવસની ઉજવણી કરવાનું કેવી રીતે ભૂલે? રવિવારે સવારે જ કરિશ્મા, કરીનાના ઘરે પહોંચી ગઈ હતી અને સાથે લંચ લીધું હતું. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બહેન સાથેનો એક વીડિયો શેર કર્યો છે.
જેમાં બંને મન માણીને ભોજનનો લ્હાવો લેતી જાેવા મળી રહી છે. વીડિયોની શરુઆતમાં બંને ઢોંસા, ચિકન અને છેલ્લે યમ્મી ચોકલેટ કેક ખાતી જાેવા મળી રહી છે. વધારે પડતું ખાવાથી તેમની શું હાલત થઈ છે તે પણ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે. બંને બહેનો એક જ સોફા પર ઊંઘતી દેખાઈ રહી છે. વીડિયોમાં કરીના કપૂર વાદળી કફ્તાનમાં અને કરિશ્મા બ્લેક ટી-શર્ટ, ટ્રાઉઝરમાં જાેવા મળી રહી છે. વીડિયોની સાથે એક્ટ્રેસે લખ્યું છે ‘જ્યારે હું કહું કે, લોલો અને મારો પ્રોડક્ટિવ વીકએન્ડ રહ્યો.
આ વીડિયો પર રિયા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સે કોમેન્ટ પણ કરી છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વર્કઆઉટ બાદની સેલ્ફી પણ શેર કરી હતી. જેના પર લખ્યું હતું ‘સન્ડે ગો ગો ગો. વર્કઆઉટ બાદ એક્ટ્રેસનો ચહેરો ચમકી રહ્યો હતો સિસ્ટર્સ ડેના દિવસે કરિશ્મા કપૂરે પણ કરીના સાથેની એક થ્રોબેક તસવીર શેર કરી હતી. જેમાં કરીનાના હાથમાં હેર ડ્રાયર જાેવા મળ્યું હતું,
તો કરિશ્મા હેર સ્ટાઈલ બનાવડાવી રહી હતી. આ તસવીર કોઈ ફિલ્મના સેટ પરની હોય તેમ લાગે છે. કરીના કપૂરના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળવાની છે. જેનું શૂટિંગ તેણે મેટરનિટી લીવ પર જતા પહેલા ખતમ કરી લીધું હતું. આ ફિલ્મ હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે.