Western Times News

Gujarati News

ધરણીધર નજીક BRTSનો વધુ એક અકસ્માત

ધરણીધર દેરાસર પાસે એક્ટિવા  પર વહેલી સવારે બાળક શાળાએ મુકવા જતી મહિલાને બીઆરટીએસ બસે ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા


(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા વચ્ચે નોકરિયાત અને શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ માટે આવશ્યક બનેલી બીઆરટીએસ બસો દ્વારા અવારનવાર અકસ્માતો સર્જવાની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયેલો છે.તસવીરો-જયેશમોદી

આ પરિસ્થિતિ  વચ્ચે આજે સવારે પાલડી વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસે બીઆરટીએસ બસના ચાલકે પુરઝડપે બસ ચલાવી એક્ટિવા પર પોતાના બાળકને લઈને સ્કૂલે જતી મહિલાને અડફેટમાં લેતા માતા-પુત્રી રસ્તા પર પટકાયા હતા અને બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની જીવરાજ હોસ્હોિપિટલ  ખસેડવામાં આવ્યા છે અકસ્માતની આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સ્થળ પર તમામ બીઆરટીએસ બસોને અટકાવી દેતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

લોકોના રોષને જાઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અકસ્માત સર્જી બીઆરટીએસ બસનો ચાલક ફરાર થઈ ગયો હતો જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીઆરટીએસના અધિકારીઓ પણ સ્થળ પર પહોચી ગયા હતાં

આ સમગ્ર ઘટનાક્રમમાં બીઆરટીએસ બસમાં બેસીને જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાઈ ગયા હતાં. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય નાગરિકો માટે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે હવે બીઆરટીએસ બસો ખૂબ જ આવશ્યક બની ગઈ છે.

કેટલાક વિસ્તારોમાં બીઆરટીએસ બસોની અંદર ભારે ધસારો જાવા મળતો હોય છે  પરંતુ આ સેવા શરૂ થતાંની સાથે જ વિવાદમાં સપડાયેલી છે બીઆરટીએસ બસના ચાલકો દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી સામાન્ય નાગરિકોમાં પણ રોષ જાવા મળી રહયો છે.

આજે વહેલી સવારે ૭.૦૦ વાગ્યાની આસપાસ શહેરના પાલડી વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસે પુરઝડપે એક બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી સવારના સમયે ધરણીધર દેરાસર પાસે આવેલી એક સ્કુલમાં નાના વિદ્યાર્થીઓને મુકવા માટે મોટી સંખ્યામાં તેના વાલીઓ સતત અવરજવર કરતા હોવાથી આ માર્ગ વહેલી સવારથી જ ધમધમતો જાવા મળે છે તેમ છતાં બીઆરટીએસ બસના ચાલકો જાખમી રીતે બેફામગતિએ બસો ચલાવતા જાવા મળે છે આજે સવારે પણ આવુ દ્રશ્ય સર્જાયુ હતું.

ધરણીધર દેરાસર પાસે એક્ટિવા પર કામિનીબેન નામની ૩૩ વર્ષની મહિલા પોતાની પુત્રીને લઈ શાળાએ મુકવા જતી હતી તે દરમિયાન બીઆરટીએસ બસના ચાલકે બેફામગતિએ બસ ચલાવી એક્ટિવા ને ટક્કર મારતાં માતા-પુત્રી બંને ઉછળીને રસ્તા પર પટકાયા હતા જેના પરિણામે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં બંને ગંભીર રીતે ઘવાતા જ સ્થાનિક નાગરિકો તથા અન્ય વાલીઓ દોડી આવ્યા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા તેઓ હેબતાઈ ગયા હતા રોષે ભરાયેલા નાગરિકોએ તાત્કાલિક બીઆરટીએસ બસો અટકાવતા સમગ્ર રસ્તા પર ચક્કાજામની Âસ્થતિ સર્જાઈ ગઈ હતી બીજીબાજુ નાગરિકોના રોષને જાતા જ બીઆરટીએસ બસનો ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો જેના પરિણામે લોકોમાં વધુ રોષ ભભૂકી ઉઠયો હતો.

વહેલી સવારે બીઆરટીએસ બસે સર્જેલા અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા નાગરિકોએ બીઆરટીએસ બસો અટકાવી દેતા બીઆરટીએસ ટ્રેકમાં બસોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.  બીજીબાજુ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સૌ પ્રથમ ઈજાગ્રસ્ત માતા પુત્રીને તાત્કાલિક નજીકની જીવરાજ હોસ્પિટલમાં   દાખલ કરવામાં આવ્યા હતાં સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓએ રોષે ભરાયેલા ટોળાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો લોકોને સમજાવ્યા બાદ વિખેરવામાં આવ્યા હતા પરંતુ અકસ્માતની આ ઘટનાથી શાળાએ બાળકોને મુકવા જતા વાલીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ મહિલાના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને તેઓએ ભારે બુમાબુમ કરી મુકી હતી જેના પરિણામે વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું.  પરંતુ પોલીસ અધિકારીઓએ તમામને શાંત પાડયા હતાં હોસ્પિટલમાં  સારવાર લઈ રહેલા બંને ઈજાગ્રસ્તોની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહયું છે જાકે અકસ્માતની આ ઘટનાથી શાળાએ જતી બાળકી ખૂબ જ ડરી ગઈ હોવાનું જાણવા મળી રહયું છે.

સ્થળ પર પહોચેલી પોલીસે  બીઆરટીએસ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતાં જેના પગલે બીઆરટીએસના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને આ અંગે તપાસ કરીને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી હતી. બીજીબાજુ ટ્રાફિક પોલીસે નાસી છુટેલા બીઆરટીએસ બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.