નવાઝુદ્દીન સિદ્દિકીની પત્ની સાથે નિકટતા આખરે વધી
મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દિકી ગત દિવસોમાં તેની પત્ની આલિયા સિદ્દિકીની સાથે ખરાબ સંબંધો અંગે ચર્ચામાં હતો. બંને વચ્ચે તણાવ ત્યારે સામે આવ્યો જ્યારે આલિયાએ પતિ નવાઝુદ્દીન સિદ્દીકીનાં પરિજનો પર ઘણાં ગંભીર આરોપો લગાવ્યાં હતાં. પણ એક ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલો નવાઝ અને આલિયાનો સંબંધ પાટે ચઢતો દેખાઇ રહ્યો છે.
બંને અલગ થવાનાં કગાર પર હતો. પણ સૌભાગ્યનથી થોડા મહિના પહેલાં આ જાેડી ફરી પાછી મળી ગઇ છે અને હવે સાથે જ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. તેમનાં બાળકો શોરા અને યાની આગળનું શિક્ષણ લેવાં દુબઇ જઇ રહ્યાં છે. અને તેઓ ત્યાં સેટલ થઇ રહ્યાં છે ત્યારે આ સમય નવાઝે તેની પત્ની આલિયા અને બાળકો સાથે વિતાવવાનો ર્નિણય કર્યો છે. બંનેએ સાથે આવ્યા બાદ પહેલી વખત વેકેશન પર જવાનો ર્નિણય કર્યો છે.
ઇ ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું કે, આલિયાએ જણાવ્યું કે, બાળકોનાં એડમિશન ફોર્મેલિટી પૂર્ણ થયા બાદ તેઓ ટિકિટ બૂક કરવાં ઇચ્છશે. સાથે જ જણાવ્યું કે, બાળકોનાં ભણતર માટે તે દુબઇમાં જઇ રહી છે. જ્યાં તેઓ રોકાશે જ્યારે આલિયા અને નવાઝ પરત ફરી જશે. આ પહેલા ફક્ત આલિયા બાળકો સાથે દુબઇ જવાની હતી. બાળકોને દુબઇ મોકલવાનાં ર્નિણય પર આલિયાએ જણાવ્યું કે, તે તેનાં બાળકોને ઓનલાઇન ભણાવવામાં એન્જાેય નથી કરી રહીં અને તે પરત ક્લાસ અટેન્ડ કરે તેમ ઇચ્છે છે. આલિયાએ ખ્યું કે, હાલમાં ભારતમાં ક્લાસથી ભણતર સંભવ નથી. એવામાં બાળકોને ભણવા માટે દુબઇ મોકલવાનો ર્નિણય કર્યો.
તેમનાં મને ઓનલાઇન ક્લાસીસ વાસ્તિવક ક્લાસીસ જેવું એજ્યુકેશન નથી આપી શકતાં. આલિયા કહે છે કે, ‘તેને બાળકોને ઓનલાઇન ભણાવવામાં મજા નથી આવતી. મારા બાળકોની બોડી લેંગ્વેજ ઘણી હદે બદલાઇ ગઇ છે. દુબઇમાં કરવામાં આવેલી વ્યવસ્થા પર આલિાયએ ખુલાસો કર્યો છે કે, તેની ભત્રીજી આ શહેરમાં છે અને તે એક સારી કેરટેકર પણ છે. ‘તો જાે હું કોઇ કામથી કે નવાઝને મળવા માટે ભારત આવું છું તો પણ મને કોઇ સમ્યા રહેશે નહીં.’