કપિલ શર્મા અને ભારતીએ બચપન કા પ્યાર ગીત ગાયું
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્મા અને લાફ્ટર ક્વિન ભારતી સિંહ જ્યારે પણ સાથે આવે છે. ફેન્સ હંસી હંસીને લોટપોટ થઇ જાય છે. કપિલ શર્મા અને ભારતી સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. બંનેનો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. કપિલ શર્મા અને ભારતી સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. શેર કરવામાં આવેલાં વીડિયોમાં કપિલ શર્મા અને ભારતી સિંહ આજનાં સમયનાં વાયરલ હિટ સોન્ગ બસપન કા પ્યાર ગાતા નજર આવે છે.
તેમનાં વીડિયોથી એવું લાગે છે કે, કોઇ ફેન તેમની સાથે ફોટો ખેંચાવવાં આવી હતી પણ કપિલ અને ભારતીની હરકત જાેઇ ફેન ભાગી ગઇ. કપિલ અને ભારતી કારમાં બેઠા છે અને બસપન કા પ્યાર ગીત ગાતા નજર આવે છે. પછી તેમણે કેમેરા તેમનાં ફેનની તરફ ઘુમાવ્યો હતો જે જાેયા બાદ તે ફેન ભાગી જાય છે. આ દરમિયાન ભારતી કહે છે કે,
‘યે હૈ જાનેમન ક્યાં ભાગી રહી છે? રુકો રુકો ફોટો તો ખેંચાવી લો. કપિલ શર્મા અને ભારતી સિંહ બસપન કા પ્યાર ગીત એટલું જાેર જાેરથી ગાઇ રહ્યાં હતાં કે કોઇનું પણ હસવાંનું નીકળી જાય. આ પહેલાં ભારતી સિંહનો એક વીડિયો વાયરલ થઇ રહ્યોત છે. જેમાં નોરા ફતેહી અને ભારતી સિંહ આજુ બાજુમાં બેઠેલાં નજર આવે છે. બંને હર્ષ લિંબાચિયાની સાથે સુપર હિટ સોન્ગ ‘યે મેરા દિલ પ્યાર કા દીવાના’ પર ડાન્સ કરતી નજર આવે છે. નોરાની સાથે હર્ષ ચોંટી ચોંટીને ડાન્સ કરતો હતો જે ભારતીને જરાં પણ પસંદ નથી આવ્યું. જેમાં તે ગુસ્સાથી લાલ થઇ અને નોરા ફતેહીને સ્ટેજ પરથી ઘસેડતી નજર આવી રહી છે.