Western Times News

Gujarati News

પેટલાદઃ BSNL ઠપ્પ -૧૧ એક્સચેન્જની તમામ સેવાઓ સદંતર બંધ

પેટલાદ, પેટલાદ બીએસએનએલ કચેરીના તાબા હેઠળ ૧૧ એક્સચેન્જનો સમાવેશ થાય છે. આજરોજ બપોરે ૧૧ઃ૩૦ કલાકે કેબલમાં બ્રેકઅપ આવવાથી આ તમામ એકસચેન્જની બધીજ સેવાઓ આશરે પાંચ કલાક સુધી સદંતર બંધ થઈ ગઈ હતી. પેટલાદ બીએસએનએલ હેઠળ આવતા તમામ એકસચેન્જ ઠપ્પ થઈ જતા લેન્ડ લાઈન, મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ પેટલાદ બીએસએનએલના તાબા હેઠળ શહેર સહિત ધર્મજ, આશી, વટાવ, બાંધણી, રામોલ, દેવા વગેરે જેવા ૧૧ એક્સચેન્જનો સમાવેશ થાય છે. આ તમામ એકસચેન્જ હેઠળ અંદાજીત ૩૦૦૦ થી વધુ લેન્ડ લાઈનના ગ્રાહકો છે.

જ્યારે મોબાઈલના ગ્રાહકો અસંખ્ય છે. ઉપરાંત ફાયબર ઓપ્ટિકનો ઉપયોગ કરનાર ગ્રાહકોની સંખ્યા લગભગ ૮પ જેટલા હોવાનું જાણવા મળે છે. આજરોજ બપોરે ૧૧ઃ૩૦ કલાકના સુમારે આણંદ – પેટલાદ વચ્ચે કેબલમાં અચાનક બ્રેકઅપ આવતા પેટલાદ બીએસએનએલ તાબા હેઠળના તમામ એક્સચેન્જ ઠપ્પ થઈ જતા સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

અચાનક લેન્ડ લાઈન અને મોબાઈલની કનેક્ટિવીટી તથા ઈન્ટરનેટ બંધ થઈ જતા ગ્રાહકોના રોજીંદ્દા વ્યવહારો ઉપર વિપરીત અસરો થઈ હોવાનું જાણવા મળે છે. કલાકો સુધી પેટલાદ બીએસએનએલની સેવાઓ ખોરવાઈ જતા વેપાર – ધંધાને પણ અસર થઈ હોવાનું જાેવા મળતુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષો અગાઉ બીએસએનએલ લેન્ડ લાઈનના બાર હજારથી વધુ ગ્રહકો હતા. પરંતુ બીએસએનએલની સેવાઓ વારંવાર ખોરવાઈ જવાના કારણે મોટાભાગના ગ્રાહકો ખાનગી ટેલિકોમ કંપનીમા પરિવર્તિત થયા છે. ઉપરાંત બીએસએનએલની મોબાઈલ સેવાઓના યૂઝર્સ પણ અન્ય ખાનગી કંપનીઓમા પોર્ટેબિલીટી કરાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

અત્રે નોંધપાત્ર બાબત એ છે કે પેટલાદ બીએસએનએલ કચેરીના મોટાભાગના કાયમી કર્મચારીઓએ વીઆરએસ લઈ નિવૃત થઈ ગયા છે, જેને કારણે હાલ ૧૧ સબ એક્સચેન્જ ધરાવતા પેટલાદ બીએસએનએલમાં માત્ર ગણતરીના કાયમી કર્મચારીઓ રહ્યા હોવાથી અનેકવાર ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.