Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં ગેરકાયદેસર રીતે ચુંટણીકાર્ડ મેળવતાં ત્રણ પાકીસ્તાની વિરૂધ્ધ પોલીસ ફરીયાદ

election card

(પ્રતિનિધિ) અમદાવાદ, પાકીસ્તાનથી ત્રાસીને આવેલા કેટલાય નાગરીકો ભારતના અન્ય શહેરોની જેમ જ અમદાવાદમાં પણ રહે છે. જાેકે તેમાંથી કેટલાય લોકોને હજુ સુધી નાગરીકત્વ આપવામાં આવ્યુ નથી આ સ્થિતિમાં મેઘાણીનગરમાં રહેતા ત્રણ પાકીસ્તાની ભાઈઓએ રાજયની મતદારયાદીમાં ખોટી રીતે નામ ચઢાવી ચૂંટણીકાર્ડ મેળવ્યાની જાણ થતાં મતદાર નોંધણી અધીકારીએ તેમની સામે કાર્યવાહી કરી છે.

મદદનીશ મતદાર નોંધણી અધિકારી ભુમિકાબેન મોદી કુબેનગરમાં આવેલા નિલકંઠ બંગ્લોઝ ખાતે રહેતા હરેશ ચંદનદાસ પારપીયાની મહેશ ચંદનદાસ પારપીયાની તથા સુરેશ ચંદનદાસ પારપીયાનીએ પાકીસ્તાની નાગરીક હોવા છતાં ગેરકાયદેસર રીતે ૪૭- નરોડા વિધાનસભા મત વિભાગની યાદીમાં પોતાનું નામ દાખલ કરાવીને ચુંટણીકાર્ડ બનાવડાવ્યું હોવાની જાણ થઈ હતી.

જેથી ત્રણેયને પોતાની ઓળખ તથા નાગરીકતાના પુરાવા રજુ કરવા જણાવાયું હતું જેમાં નાગરીકતાના પુરાવા રજુ નહી કરી શકતા તેમણે કલેકટર કચેરીમાં પણ તપાસ કરાવી હતી જેમાં ત્રણેય ભાઈઓને ભારતીય નાગરીકતા નહી આપેલી હોવાનું જાણવા મળતાં ત્રણેય વિરુધ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.