રવિ દહિયા અને દીપક કુમાર સેમિફાઇનલમાં પહોંચ્યા
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે ખાસ રહેવાનો છે. પહેલા નીરજ ચોપડાએ ભાલા ફેંક ઇવેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરીને સારા સમાચાર આવ્યા તો હવે ભારતના બે રેસલરોએ પણ સારૂ પ્રદર્શન કરતા સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી છે. રેસલિંગમાં ભારત માટે આજનો દિવસ ખુબ સારો રહ્યો છે. ભારતનો રેસલર દીપક પૂનિયા ૬-૩થી જીત હાસિલ કરીને સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ચીનના લીન ઝુશેનને પરાજય આપ્યો છે. ભારતના રેસલર રવિ કુમારે ૫૭ કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગરિયાના જાેર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
રવિ કુમારે ૧૪-૪થી જીત મેળવી છે. રેસલિંગમાં ઓલિમ્પિકમાં પર્દાપણ કરી રહેલા દીપક પૂનિયાએ પણ સારી શરૂઆત કરી છે. પુરૂષોના ફ્રીસ્ટાઇલ ૮૬ કિલો વર્ગમાં દીપક પૂનિયાએ નાઇજીરિયાના એકરેમેક એગિયોમોરને ૧૨-૧થી પરાજય આપ્યો છે. આ સાથે દીપક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. ભારતના રેસલર રવિ કુમારે પુરૂષ ફ્રી સ્ટાઇલ ૫૭ કિલોવર્ગમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો વિરુદ્ધ ૧૩-૨થી શાનદાર જીત હાસિલ કરી છે. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
પોતાની પ્રથમ ઓલિમ્પિક રમવા મેટ પર ઉતરેલી રેસલર અંશુ મલિકે ૭-૨થી હારનો સામનો કરવો પડ્યો છે. અંશુ મલિક ૫૭ કિલો કેટેગરીમાં મેટ પર ઉતરી હતી. અંસુને બેલારૂસની ઇરિના કુરાચિકિનાએ પરાજય આપ્યો છે. એથ્લેટિક્સમાં ભારતીય પુરૂષ ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ભાલા ફેંક ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવા ૮૩.૫૦ મીટર થ્રો ફેંકવો જરૂરી હતો અને નીરજે પોતાના પ્રથમ પ્રયાસમાં ૮૬.૫૦ મીટરનો થ્રો ફેંકી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. નીરજનો પર્સનલ બેસ્ટ ૮૮.૦૭ મીટરનો છે.