અરબાઝ ખાને આજે ૫૪મો જન્મદિવસની ઉજવણી કરી
મુંબઈ: આજે પ્રખ્યાત ફિલ્મી પરિવાર સાથે જાેડાયેલા અરબાઝ ખાનનો જન્મદિવસ છે. તે ૪ ઓગસ્ટના રોજ પોતાનો ૫૪મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે પોતાના નાના ભાઈ સલમાન ખાનની જેમ ફિલ્મોમાં સફળ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ એટલા સફળ ન થઈ શક્યા. જાેકે તે નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાની ખાસ ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. આ પ્રસંગે તેમના જીવન સાથે જાેડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ. અરબાઝ ખાને ફિલ્મ ‘દરાર’થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું.
અરબાઝ ખાનને મુખ્ય ભૂમિકા કરતાં સહાયક ભૂમિકામાં વધુ પસંદ કરવામાં આવે છે. આજે પણ ફેન્સને ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં અરબાઝનો રોલ યાદ છે. આ ફિલ્મમાં અરબાઝે કાજાેલના મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી, જ્યારે સલમાન કાજાેલના પ્રેમીના રોલમાં જાેવા મળ્યો હતો. આ ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અરબાઝે ઘણી ફિલ્મોમાં સલમાનના ભાઈની ભૂમિકા ભજવી છે. ભાઈઓની આ જુગલબંધીએ સ્ક્રીન પર ઘણી વખત કમાલ કરી બતાવી છે.
અરબાઝે માત્ર ફિલ્મ ‘દબંગ’માં જ નહીં, પરંતુ તે દબંગ ફિલ્મના નિર્માતા પણ હતા. આ ફિલ્મ તેમની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. અરબાઝની કારકિર્દી પાટા પર આવી અને તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું તેમજ ફિલ્મ ‘દબંગ ૨’ બનાવી, જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. અરબાઝ ઘણા ટીવી શોમાં પણ જાેવા મળ્યો છે. આજકાલ તે તેના શો ‘પિંચ’ને કારણે સમાચારોમાં છે. તે મલાઇકા અરોરા સાથેના સંબંધો અને છૂટાછેડાને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝ એક એડ શૂટિંગ દરમિયાન મલાઈકાને મળ્યો હતો. બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૧૨ ડિસેમ્બર ૧૯૯૮ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના ૧૯ વર્ષ બાદ આ દંપતી ૨૦૧૭માં અલગ થઈ ગયું હતું.