૨૦ લાખનો ટેક્સ ચુકવવા અનુપમા પરિવારમાં ચિંતા
મુંબઈ: રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી સિરિયલ અનુપમામાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હાલમાં જ દેખાડવામાં આવ્યું હતું કે અનુપમા અને વનરાજે ફેક્ટરીની જમીન માટે ૨૦ લાખ રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે. અનુપમાની સાથે સાથે આખો પરિવાર ખુબ જ પરેશાન છે કે આખરે આટલા રૂપિયા આવશે ક્યાંથી? હવે મેકર્સે આ સિરિયલનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે.
જેમાં અનુપમા પોતાના ઘરેણા ધ્યાનથી જુએ છે અને તેને પેક કરી રહી છે. આવનારા દિવસોમાં લાગે છે કે અનુપમા જ તેના પરિવારની સૌથી મોટી ચિંતા દૂર કરશે. આ સિવાય પણ આવનારા એપિસોડમાં ઘણો ડ્રામા જાેવા મળશે. શોમાં બાળકો જ અનુપમાની વિરુદ્ધમાં જતા જાેવા મળશે.
જ્યારે વનરાજ અને કાવ્યા વચ્ચે પણ ચકમક થશે. પુત્રી પાખી વારંવાર અનુપમાને દરેક વાત માટે જવાબદાર ઠેરવશે. બધી વાતો સાંભળીને અનુપમા તૂટી જશે. આ બાજુ પારિતોષ ઘરમાં પાખીનું વલણ જાેઈને ગુસ્સેથી કાળઝાળ થઈ જશે. રોજ રોજની લડાઈ જાેઈને તેનો ઘરમાં દમ ઘૂટશે.
જેના કારણે અનુપમા તેને ઘર છોડીને પેન્ટ હાઉસમાં જતા રહેવાનું કહેશે. આ બધા ડ્રામા વચ્ચે હવે જાેવાનું એ રહેશે કે પરિવારમાં ચાલી રહેલા ઘમાસાણને અનુપમા કેવી રીતે શાંત કરશે અને ૨૦ લાખનો ટેક્સ ચૂકવી કેવી રીતે પરિવાર પરથી સૌથી મોટું સંકટ ટાળશે.