યુવકે પ્રેમિકાના અંગત ફોટો ફરતા કરવાની ધમકી આપી
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને ખાનગી બેંકમાં નોકરી કરતી યુવતી યુવતીને રિક્ષાચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ અંગે બન્નેએ પરિવારો સાથે વાત કરતા તેઓ પણ બન્નેના લગ્ન માટે રાજી થઈ ગયા હતા. આ પછી યુવકને દારુની ખોટી આદત પડી હોવાથી તે યુવતીની સાથે જાહેરમાં દુરવ્યવહાર કરતો હતો. યુવકના ખરાબ વ્યવહારના લીધે કંટાળેલી યુવતીએ સંબંધ તોડવાનો ર્નિણય લીધો હતો. જાેકે, આ પછી પણ પ્રેમી તેનો પીછો નહોતો છોડતો અને તેને ત્રાસ આપતો હતો. આ પછી યુવતીએ યુવકથી છૂટકારો મેળવવા માટે ૧૮૧ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી હતી. અમદાવાદમાં રહેતી કાજલ (નામ બદલ્યું છે) ખાનગી બેંકમાં નોકરી કરે છે, આ દરમિયાન તેને એક રિક્ષાચાલક સાથે મુલાકાત થયા પછી બન્નેએ એકબીજાના નંબર લીધા હતા અને પ્રેમ પડ્યા હતા
લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે પરિવારની પણ લીલી ઝંડી મળી ગઈ હતી. આ પછી પરિવારો દ્વારા સગાઈની તારીખ પણ નક્કી કરી લેવાઈ હતી. રોમીલ નામના રિક્ષાચાલક કરતા કાજલનો પગાર વધારે હોવાથી તે તેને મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓ લાવી આપીને મદદ કરતી હતી. જાેકે, કાજલ પર શંકા રાખીને દારુના નશામાં ડૂબેલા રોમીલ દ્વારા ગેરવર્તન કરવામાં આવતા તે ત્રાસી ગઈ હતી. દારુના રવાડે ચઢેલા રોમીલ અને કાજલ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેના લીધે કાજલે પ્રેમસંબંધ તોડીને આગળ વધવાનો ર્નિણય લીધો હતો,
જાેકે, આ વાતથી રોમીલ વધારે નારાજ થયો હતો અને તેણે કાજલને તેના નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. એક દિવસ કાજલ રિક્ષામાં નોકરી પર જતી હતી ત્યાં અચાનક આવેલા રોમીલે તેને રસ્તામાં રોકીને ઝઘડો કર્યો હતો, રોમીલે કાજલના હાથમાંથી ફોન છીનવી લઈને તોડી નાખ્યો હતો. કાજલ પર રોમીલ શંકા રાખતો હતો અને જાહેરમાં કશું જાેયા વગર જ અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો જેના લીધે કાજલ તેનાથી કંટાળી ગઈ હતી. રોમીલ કાજલ કામ પર જાય કે ઘરની બહાર નીકળે ત્યારે પણ તે તેનો પીછો કરીને પરેશાન કરતો હતો.
પ્રેમસંબંધ તોડવાની વાતથી અને દારુના રવાડે ચઢીને વંઠેલા રોમીલની હરકતોથી મુક્તિ મેળવવા કાજલે મહિલા હેલ્પલાઈન અભયમ (૧૮૧) પર ફોન કરીને મદદ માગી હતી. ૧૮૧ની ટીમ દ્વારા રોમીલનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું જે બાદ તેણે કાજલનો પીછો નહીં કરવાની અને ત્રાસ નહીં આપવાની બાંહેધરી આપી હતી.