Western Times News

Gujarati News

UTI મ્યુચ્યુઅલ ફન્ડે ‘UTI ફોકસ્ડ ઇક્વિટી ફન્ડ’ લોંચ કર્યું

મુંબઇ, યુટીઆઇ મ્યુચ્યુઅલ ફન્ડે ‘યુટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફન્ડ’ નામની ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ લોંચ કરી છે, જે વિવિધ માર્કેટ કેપ ધરાવતા મહત્તમ 30 શેરોમાં રોકાણ કરશે. ન્યૂ ફન્ડ ઓફર (એનએફઓ) 4 ઓગસ્ટનાં રોજ લોંચ થશે અને 18 ઓગસ્ટનાં રોજ બંધ થશે. સ્કીમ 26 ઓગસ્ટથી સબસ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટે ચાલુ ધોરણે રી-ઓપન થશે.

આ સ્કીમમાં રોકાણનો હેતુ વિવિધ માર્કેટ કેપ ધરાવતા મહત્તમ 30 ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડી પર વળતર આપવાનો છે. જોકે, સ્કીમનો રોકાણનો હેતુ હાંસલ થશે તેની કોઇ ખાતરી કે ગેરન્ટી નથી.

આ સ્કીમના ફન્ડ મેનેજર સુધાંશુ અસ્થાના છે. સુધાંશુ અસ્થાનાએ જણાવ્યું હતું કે, ફોકસ્ડ ઇન્વેસ્ટિંગ એટલે દ્રઢ નિર્ધાર અને પોર્ટફોલિયો આલ્ફા જનરેટ કરવા અમારી ફિલોસોફીના બે પરિમાણ છે. પ્રથમ, રિસર્ચ અને ફન્ડ મેનેજમેન્ટમાં સમૃધ્ધ અનુભવની મદદથી સ્કોરઆલ્ફા ઇન્વેસ્ટમેન્ટ પર આધાર રાખીને વ્યાપક સેક્ટરમાંથી જૂજ કંપનીઓની પસંદગી કરવી. બીજું, દરેક કંપનીમાં મહત્વપૂર્ણ પોર્ટફોલિયો પોઝીશન ઊભી કરીને પોર્ટફોલિયો બનાવવો.

તેમણે જણાવ્યું કે, “યુટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફન્ડ પસંદગીના 30 શેરોનો નક્કર પોર્ટફોલિયો બનાવશે. લાંબા ગાળા માટે સાતત્યપૂર્ણ વૃધ્ધિની સંભાવના ધરાવતા શેરોમાંથી નક્કર પોર્ટફોલિયો બનાવવામાં આવશે. પોર્ટફોલિયોના કેટલાક હિસ્સાનું રોકાણ પરિવર્તનીય તકોમાં કરવામાં આવશે,  જેમાં પરિણામને વધુ સાતત્યપૂર્ણ બનાવવા વ્યૂહને પુનઃસંકલિત કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ડરવેલ્યુડ સાયક્લિકલ તકોનો લાભ ઉઠાવવામાં આવશે.”

યુટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફન્ડ શેરોને શોધવામાં બોટમ-અપ એપ્રોચ અપનાવશે અને ગ્રોથ સ્ટોક્સ તરફ ઝૂકાવ રાખીને ગ્રોથ અને વેલ્યુ સ્ટોક્સમાં રોકાણનો મિશ્ર વ્યૂહ અપનાવશે. આ ફન્ડ વિવિધ સેક્ટર અને માર્કેટ કેપમાં ઓપ્ટિમમ ડાઇવર્સિફિકેશન રોકાણનો અભિગમ અપનાવશે.

 

યુટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફન્ડના મહત્વનાં પાસાં

  • રોકાણ માટેની પાત્રતા

આ સ્કીમ વ્યક્તિગત રહેવાસીઓ, બિન-નિવાસી ભારતીયો, સંસ્થાઓ, બેન્કો, માન્ય ટ્રસ્ટો, નાણાં સંસ્થાઓ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) વગેરે માટે ખુલ્લી છે.

  • ન્યૂ ફન્ડ ઓફર પ્રાઇસ

એનએફઓ સમયગાળા દરમિયાન, આ સ્કીના યુનિટ્સ ફેસ વેલ્યુ એટલે કે પ્રતિ યુનિટ રૂ.10નાં ભાવે વેચવામાં આવશે.

  • એસેટ એલોકેશન
ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ડિકેટિવ એલોકેશન

(કુલ એસેટના %)

રિસ્ક પ્રોફાઇલ
લઘુતમ (%) મહત્તમ (%)
ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ (મહત્તમ 30 શેરો) 65 100 ઊંચી
સિક્યોરિટાઇઝ્ડ ડેટ* સહિત ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ 0 25 નીચીથી મધ્યમ
REITs  અને InvITs દ્વારા જારી કરાયેલા યુનિટ્સ 0 10 મધ્યમથી ઊંચી
*ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સિક્યોરિટાઇઝ્ડ ડેટ્સ (ફોરેન સિક્યોરિટાઇઝ્ડ ડેટને બાદ કરતાં)નો સમાવેશ માની લેવામાં આવ્યો છે અને સિક્યોરિટાઇઝ્ડ ડેટ્સમાં રોકાણ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના 50 ટકા સુધી હોઈ શકે.

 

·         અરજીની લઘુતમ રકમ

પ્રારંભિક લઘુતમ રોકાણ રૂ. 5,000 અને તે પછી રૂ.એકના ગુણાંકમાં, જેમાં કોઇ મહત્તમ મર્યાદા નથી

વધારાની ખરીદ રકમ રૂ. 1,000 અને તે પછી રૂ. એકના ગુણાંકમાં, જેમાં કોઇ મહત્તમ મર્યાદા નથી

·         પ્લાન્સ અને વિકલ્પો ઉપલબ્ધ

સ્કીમ રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન ઓફર કરે છે

બંને પ્લાન્સમાં ગ્રોથ અને ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન પેઆઉટ કમ કેપિટલ વિથડ્રોઅલ વિકલ્પો ઉપલબ્ધ છે.

·         સ્પેશ્યલ પ્રોડક્ટ્સ / ફેસિલિટી

o   સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ

§  સ્ટેપ અપ ફેસિલિટી

§  એની ડે એસઆઇપી

§  માઇક્રો એસઆઇપી (નોન PAN એક્ઝેમ્પ્ટ ફોલિયો)

§  પોઝ ફેસિલિટી

o   સિસ્ટમેટિક વિથડ્રોઅલ ફેસિલિટી  (SWP)

o   સિસ્ટમેટિક ટ્રાન્સફર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (STRIP) (ડેસ્ટીનેશન સ્કીમ અને સોર્સ સ્કીમ તરીકે ઉપલબ્ધ)

o   ફ્લેક્સિ સિસ્ટમેટિક ટ્રાન્સફર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Flexi STRIP) (ડેસ્ટીનેશન સ્કીમ અને સોર્સ સ્કીમ તરીકે ઉપલબ્ધ)

o   ઇનકમ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફર ક્મ કેપિટલ વિથડ્રોઅલ પ્લાન

  • લોર્ડ સ્ટ્રક્ચર
  • એન્ટ્રી લોડઃ શૂન્ય

(સેબીની માર્ગદર્શિકા પ્રમાણે લાગુ પડતો નથી)

  • એક્ઝિટ લોડ

 

હોલ્ડિંગ પિરિયડ એક્ઝિટ લોડ (NAVના ટકા)
એક વર્ષથી ઓછો 1%
એક વર્ષથી વધુ અથવા એક વર્ષ શૂન્ય

 

  • બેન્ચમાર્ક ઇન્ડેક્સ

નિફ્ટી 500 ઇન્ડેક્સ (TRI)

પ્રોડક્ટ લેબલઃ

યુટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફન્ડ

(ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ, જે વિવિધ માર્કેટ કેપ ધરાવતા મહત્તમ 30 શેરોમાં રોકાણ કરે છે)

આ પ્રોડક્ટ એવો રોકાણકારો માટે યોગ્ય છે, જેઓ ઇચ્છે છે*

 

 

  • લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ
  • વિવિધ માર્કેટ કેપ ધરાવતા મહત્તમ 30 શેરોમાં લાંબા ગાળાની મૂડી વૃધ્ધિ ઇચ્છે છે.

 

*આ પ્રોડક્ટ પોતાના માટે યોગ્ય છે કે નહીં તે અંગે શંકા હોય તો રોકાણકારોએ પોતાના નાણાંકીય સલાહકારનો સંપર્ક સાધવો જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.