Western Times News

Gujarati News

શિલ્પા શેટ્ટીને રાજના કેસથી દરરોજનું લાખોનું નુકશાન

મુંબઈ: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બિઝનેસમેન-પતિ રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે ધરપકડ થયા બાદ ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪નું શૂટિંગ ટાળી રહી છે. શિલ્પા શેટ્ટીની ગેરહાજરીમાં ૨૪-૨૫ જુલાઈના એપિસોડમાં કરિશ્મા કપૂર સ્પેશિયલ જજ બનીને આવી હતી. ત્યારબાદ ૩૧ જુલાઈ-૧ ઓગસ્ટના એપિસોડમાં બોલિવુડ કપલ જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખે ખુરશી સંભાળી હતી. રિપોર્ટ્‌સનું માનીએ તો, જાે શિલ્પા શેટ્ટી હજી કેટલાક એપિસોડમાં ન આવી તો તેને ખૂબ મોટું આર્થિક નુકસાન થવાનું છે.

એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ હંગામાના રિપોર્ટ્‌સ પ્રમાણે, શિલ્પા શેટ્ટી એક એપિસોડની ૧૮થી ૨૦ લાખ રૂપિયા ફી લે છે અને દરેક અઠવાડિયે બે એપિસોડનું પ્રસારણ થાય છે. જાે એક્ટ્રેસ હજી આગામી બે અઠવાડિયા નહીં આવે તો તેને આશરે ૨ કરોડ રૂપિયાનું નુકસાન થશે. શિલ્પા શેટ્ટીએ શો છોડી દીધો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જાે કે, મેકર્સ કે એક્ટ્રેસમાંથી કોઈએ પણ આ અંગેની પુષ્ટિ કરી નથી. શિલ્પા શેટ્ટી આ અઠવાડિયે પર ગેરહાજર રહેવાની છે, ત્યારે તેના બદલે કોણ મહેમાન બને છે તે જાેવાનું રહેશે.

બીજી તરફ રાજ કુંદ્રાના કેસના લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો, હાલ તે જેલમાં છે. પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાજ કુંદ્રા અને તેની કંપનીના આઈટી હેડ રાયર થોરપની અરજી પર સોમવારે સુનાવણી થઈ હતી જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે ‘પોર્ન રેકેટના કેંદ્રસ્થાને રહેલી હોટશોટ એપનો એડમિન રાજ કુંદ્રા છે. રાજ કુંદ્રાની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને તેનું લેપટોપ મળ્યું હતું અને તેમાંથી ૬૮ પોર્ન વિડીયો રિકવર કરવામાં આવ્યા છે. સ્ટોરેજ એરિયા નેટવર્કમાંથી અગાઉ ૫૧ અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા અને હવે તેમાં બીજા ૬૮ ઉમેરાયા છે.

રાજ કુંદ્રાના લેપટોપમાંથી પોલીસને સેક્સ્યુઅલ કન્ટેન્ટ સાથે ફિલ્મોની સ્ક્રિપ્ટ મળી છે. સાથે જ હોટશોટ્‌સ એપ અને બોલિફેમ એપની માર્કેટિંગ સ્ટ્રેટજી અને ફાઈનાન્શિયલ પ્રોજેક્શનની વિગતો દર્શાવતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મળ્યું છે, તેમ સરકારી વકીલ અરુણા પાઈએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.