તોયબા અફઘાનમાં તબાહી મચાવે છે :હનિફ અતમરે

કાબૂલ: અફઘાનિસ્તાન પર કબ્જાે જમાવવા માટે ભીષણ જંગ કરી રહેલા તાલિબાની આતંકીઓની વચ્ચે અફઘાનિસ્તાન સરકારે પહેલી વખત જાહેરમાં કબૂલાત કરી છે કે, પાક આતંકી સંગઠન લશ્કર એ તોયબાના આતંકીઓ અમારા દેશમાં તબાહી મચાવી રહ્યા છે. અફઘાન વિદેશ મંત્રી હનીફ અતમરે મંગળવારે તાલિબાની હિંસાના સંદર્ભમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી. હનીફે કહ્યુ હતુ કે, અત્યાર સુધી તાલિબાનની હિંસામાં ૩ લાખ લોકો માર્યા ગયા છે અને ૩ લાખ લોકો બેઘર થયા છે. અફઘાનિસ્તાન વિદેશ મંત્રીના કહેવા પ્રમાણે પાકિસ્તાનના એક કરતા વધારે આતંકી સંગઠનોના ૧૦૦૦૦ આતંકીઓ સાથે તાલિબાનના આતંકીઓ મળીને અફઘાનિસ્તાનમાં ખાના ખરાબી સર્જી રહ્યા છે.
અફઘાન વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરીને માંગણી કરી છે કે, ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ઈમરજન્સી મિટિંગ બોલાવે. જેથી તાલિબાની હિંસાને રોકવા માટે ચર્ચા કરી શકાય. હાલમાં ભારત પાસે સુરક્ષા પરિષદની કમાન છે અને તેના કારણે જ અફઘાન વિદેશ મંત્રીએ હવે ભારતની મદદ માંગી છે. ઉલ્લેખનીય છે કે, કાબુલમાં અફઘાનિસ્તાનના રક્ષા મંત્રીના નિવાસ સ્થાન પર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા.