Western Times News

Gujarati News

દમણનો કુખ્યાત બુટલેગર રમેશ માઇકલ ઝડપાયો

વલસાડ: વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ગુજરાત રાજ્યમાં દારૂના અનેક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ દમણના કુખ્યાત બુટલેગર રમેશ માઈકલને આખરે દબોચી લીધો છે. એલસીબી પોલીસે બાતમીના આધારે ભીલાડ નજીક હાઇવે પર આવેલી એક હોટલમાંથી નાસ્તો કરી રહેલા રમેશ જગુભાઈ પટેલ ઉર્ફે માઈકલની ધરપકડ કરી હતી. પોલીસે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ હોવાથી માઇકલની ધરપકડ કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે રમેશ માઈકલ દમણના ભીમપોર વિસ્તારમાં રહે છે. ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતા મોટાભાગનો દારૂ રમેશ માઈકલ અને તેના સાગરિતો ઘૂસાડતા હોવાનું મનાય છે.

આથી વલસાડ જિલ્લામાં રમેશ માઈકલ પર અત્યારસુધી દારૂના ૬થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતના વલસાડ ઉપરાંત નવસારી, સુરત, વડોદરાના અનેક પોલીસ સ્ટેશનોમાં પણ તેની સામે દારૂના ગુના નોધાયા છે. સમગ્ર રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ એવા દમણના કુખ્યાત રમેશ માઈકલને વલસાડ એલસીબી પોલીસે દબોચી એક મોટી સફળતા મેળવી છે. વલસાડ જિલ્લાના વાપી, પારડી અને ડુંગરી પોલીસ સ્ટેશનમાં માઈકલ વિરુદ્ધ અત્યારસુધી દારૂની હેરાફેરીના ૬ ગુના નોંધાયા છે. સાથે જ અન્ય ગુનામાં પણ તેની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ માઈકલ વોન્ટેડ છે. હાલ વલસાડ પોલીસે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસમાં રમેશ માઈકલની ધરપકડ કરી છે. આ સાથે જ જિલ્લામાં અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવશે. રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનનો કે રાજ્ય બહાર પણ દારૂ ઘૂસાડવાના કેસોમાં રમેશ માઇકલની સંડોવણી છે કે કેમતે અંગે પણ વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં દારૂ ઘૂસાડવાનું મોટું રેકેટ ચલાવતો દમણનો કુખ્યાત બુટલેગર માઈકલ આખરે વલસાડ પોલીસની ઝપટમાં આવી જતા અન્ય બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાેકે, પોલીસે અત્યારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.