રજાના દિવસે પણ કામ કરતાં અમિત શાહનું ગૃહમંત્રાલય બીજાથી જુદું
નવીદિલ્હી, નવી દિલ્હી ખાતે નોર્થ બ્લોકમાં ગૃહમંત્રાલયના કાર્યાલયમાં કામ કામનો સમય વધી ગયો છે. ગૃહમંત્રી અમીત શાહ કામમાં ખૂબ વ્યસ્ત છે. તેઓ બુધવારે ૧૦ કલાકે સવારે કાર્યાલય પહોચ્યા. ગુરુવારે પણ ૯.૪૦ કલાકે પહોચ્યા ગૃહમંત્રી અમીત શાહ દિવસભર કામ કરે છે. રાત્રે ૮ વાગ્યા બાદ ગૃહમંત્રાલયમાંથી નીકળી છે. તેમની સાથે બે ગૃહરાજયમંત્રીઓ પણ સતત કામ કરે છે. શાહ બપોરનું ભોજન પણ ઓફીસમાં જ જમે છે. ખાવાનું પેકીગમાં આવે છે. ઈદના દિવસે પણ કામ કરતા રહયા. તેમને કામ કરતા જાઈ ગૃહમંત્રાલયના અધિકારીઓ પણ કામ લાગી ગયા.
રાજયમંત્રીએ કહ્યું કે, અમારા મંત્રી ૮૦ સમીતીઓનું સંચાલન કરે છે. અધિકારીઓ તાલમેલ રાખવાની કોશીશ કરે છે. રાજનાથસિંહ અડધો દિવસ ઘરે કામ કરતા હતા. મોટાભાગની બેઠકો ઘરે ચાલતી હતી. નવા ગૃહમંત્રી નોર્થ બ્લોકમાંબેઠક કરે છે. ગર્વનર મુખ્યમંત્રી કેબીનેટ મંત્રી ભાજપ નેતાઓ વગેરે માટે આ નવું સરનામું છે. ગૃહમંત્રી વિભીન્ન શાખાઓની કામગીરીની સમીક્ષા કરે છે. ૧૯ વિભાગો છે. પ્રત્યેક મંત્રીને એક પ્રેઝન્ટેશન તૈયાર કરવા કહ્યું છે. ગૃહમંત્રી આઠ સમીતીઓમાં છે.
તેમણે ઈદની રજા મનાવી ન હતી.અમીત શાહના નેતૃત્વમાં ગૃહમંત્રાલય મોટું પાવર સેન્ટર બની ગયું છે. કેબીનેટ મંત્રી સાથે રાજયમંત્રીઓ પણ સાથે રહે છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, અમીત શાહ અડધી રાત્રે ફોન કરે ત્યારે કાગળ-પેન સાથે રાખી સુવું પડે છ.
ગૃહમંત્રી વડાપ્રધાન મોદીની છ સમિતીઓમાં છે. રાજનાથસિંહ બે સમીતીઓમાં હતા. સાંજે સમીતીમાં નામ સામેલ કરાયું શું અમીત શાહ વાસ્તવમાંનાયબ વડાપ્રધાન છે ? નોકરશાહ માટે આ પ્રશ્ન ચિંતનનો છે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, શાહ મોદી યુગના બીજા નંબરના ઉભરતા સિતારા છે. રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલનો રોલ પણ મોદી માટે ઈધણરૂપ છે.ગઈ સરકારમાં ડોભાલની બેઠકમાં જયશંકર આવતા રહેતા હતા. આંતરીક સુરક્ષા મુદ્દે પહેલાં એનએસએસના આદેશથી કાર્યવાહી થતી હતી. પરંતુ અમીત શાહ કોઈ નોકરશાહને છુટ આપી શકે નહી. ડોભાલને કેબીનેટ કક્ષાનો હોદો અપાયો છે. કેબીનેટ કમીટી ઓન સિકયુરીટી સીસીએસ કાશ્મીર, નકસલવાદ, એનઆરસી પાકિસ્તાન જેવા મુદ્દાઓ અંગે ગહનચર્ચા કરશે.