અક્ષયની બેલ બૉટમમાં લારા દત્તાનું જબરદસ્ત મેકઓવર
મુંબઈ: લાંબા સમય પછી અભિનેત્રી લારા દત્તાએ ફરી એકવાર કમબેક કર્યું છે. અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે અને તેમાં લારા દત્તાને ઓળખવી ઘણી મુશ્કેલ છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ટ્રેલર જાેઈને લારા દત્તાને ઓળખી કાઢી હશે. બેલ બૉટમ ફિલ્મમાં લારા દત્તા ઈન્દિરા ગાંધીના રોલમાં જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ બેલ બૉટમ ૧૯ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. લારા દત્તા પોતાના આ રોલથી ઘણી ખુશ છે.
લારા જણાવે છે કે આ તેના જીવનની સૌથી શ્રેષ્ઠ તક છે. લારાએ જણાવ્યું કે, દેશના પૂર્વ અને દિવંગત પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવવું તેના માટે એક મોટી જવાબદારી હતી. ટ્રેલર લોન્ચ થવાના અવસર પર લારા દત્તાએ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી જેવા પાત્રને પડદરા પર ઉતારવું એક મોટી જવાબદારી છે. ફિલ્મમાં તેમની બોડી લેંગ્વેજની નકલ કરવી ઘણી જરુરી હતી. લારા દત્તાએ આ રોલ માટે ઘણી મહેનત કરી હોય તેમ લાગી રહ્યું છે. તેનો મેકઓવર એ પ્રકારે કરવામાં આવ્યું છે
ટ્રેલર જાેઈને ભાગ્યે જ કોઈ ઓળખી શક્યું હશે કે ઈન્દિરા ગાંધીનું પાત્ર લારા દત્તાએ ભજવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ૧૯૮૪ની એક સત્ય ઘટનાને આધારિક છે, આ જ વર્ષમાં ઓપરેશન બ્લૂ સ્ટારને કારણે ઈન્દિરા ગાંધીની હત્યા પણ થઈ હતી. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન એક પ્લેન હાઈજેકની સ્ટોરી છે, જેમાં અક્ષય એક અન્ડરકવર રૉ એજન્ટના પાત્રમાં જાેવા મળશે. ટ્રેલરમાં લારા દત્તા પણ ઘણા દમદાર અંદાજમાં જાેવા મળી રહી છે. પોતાના આ પાત્ર માટે લારાએ ઘણું હોમવર્ક અને રિસર્ચ કરવું પડ્યું છે.