કરીના કપૂરને મોટી નણંદ સાથે જરાય બનતું નથી
મુંબઈ: પટૌડી પરિવારના મોટાભાગના સભ્યો એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં છે. જેમ કે, શર્મિલા ટાગોર, સૈફ અલી ખાન, કરીના કપૂર, સારા અલી ખાન, અમૃતા સિંહ, સોહા અલી ખાન, કૃણાલ ખેમૂ. પરંતુ તેમના પરિવારનો માત્ર એક સભ્ય એવો છે જે આ બધી ઝામકઝોળથી જાેજનો દૂર છે અને તે છે સૈફ અલી ખાનની મોટી બહેન સબા અલી ખાન. જાે કે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર પટૌડી પરિવારના સભ્યોની તસવીરો શેર કરતી રહે છે.
જાે તમે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર કરશો તો તમને તૈમૂરની પણ ઘણી તસવીરો જાેવા મળશે. હાલમાં જ એક યૂઝરે તે વાત તરફ ધ્યાન દોર્યું હતું કે, કરીના કપૂરની તમામ તસવીરો પર સબા કોમેન્ટ કરે છે. પરંતુ સબાની તસવીરો પર કરીના ક્યારેય કોમેન્ટ કરતી નથી અને પછી તે તસવીર તૈમૂરની જ કેમ ન હોય.
જાે કે, હાલમાં જ્યારે સબાએ ઈન્સ્ટાગ્રામ પર તૈમૂરની થ્રોબેક તસવીર પોસ્ટ કરી હતી. તેના તરત જ બાદ કરીનાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેને રિપોસ્ટ કરી હતી અને સબાને પણ ટેગ કરી હતી. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ મૂક્યા હતા. તૈમૂરની કેન્ડિડ તસવીર શેર કરીને સબાએ લખ્યું હતું કે, ‘માય જાન! ટીમ. ફોઈએ ગિફ્ટમાં આપેલો વાદળી શર્ટ પહેર્યો છે…આ હું છું. મને બાળકોને બગાડવામાં મજા આવે છે અને મને આ રીતે તેમને ડ્રેસઅપ થતાં જાેવા ગમશે.