લોકોના અંગત સવાલોથી ગૌહર ખાન પરેશાન થઈ
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અને બિગ બોસ ૧૪ની તુફાની સીનિયર ગૌહર ખાન પોતાની સ્ટાઈલમાં ટ્રોલ્સનું મોં બંધ કરવા માટે જાણીતી છે અને આ વખતે પણ તેણે આવું જ કંઈક કર્યું છે. એક્ટ્રેસે તેવા લોકોને વળતો જવાબ આપ્યો છે જેઓ તેને સતત અંગત જીવનના સવાલ કરી રહ્યા છે. એક્ટ્રેસે એક વીડિયો બનાવ્યો છે જેમાં તે ડાન્સ કરી રહી છે અને ટ્રોલ્સને જવાબ પણ આપી રહી છે. વીડિયોમાં જવાબની સાથે તેના એક્સપ્રેશન પણ સિંકમાં હતા. ગૌહર ખાનને લગ્ન બાદથી જે સૌથી વધારે ત્રણ સવાલ સાંભળવા પડી રહ્યા છે તેનો ઉલ્લેખ તેણે વીડિયોમાં કર્યો છે. પહેલો સવાલ છે ‘બાળક ક્યારે લાવીશ?’, જેના જવાબમાં લખ્યું છે
‘જ્યારે અલ્લાહ ઈચ્છશે ત્યારે’. બીજાે સવાલ છે ‘તું તારા સાસરિયાં સાથે કેમ નથી રહેતી?’. જેના જવાબમાં લખ્યું છે ‘અમને જે અનુકૂળ છે તે જ મેં અને મારા પતિએ પસંદ કર્યું છે’. ત્રીજાે સવાલ છે ‘લગ્ન થયા ત્યારથી તું કેમ સતત કામ કરી રહી છે?’. જેનો જવાબ આપતાં એક્ટ્રેસે લખ્યું છે ‘હું છેલ્લા ૨૦ વર્ષથી કામ કરી રહી છું અને ૮૦ વર્ષની થઈશ ત્યાં સુધી કામ કરીશ. ઈંશાઅલ્લાહ’. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે ડ્રોપ્ડ ધ. ઉલ્લેખનીય છે, ગૌહર ખાન અને ઝૈદ દરબારે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા.
લગ્નના બીજા જ દિવસે એક્ટ્રેસ ‘૧૪ ફેરે’ના શૂટિંગ માટે લખનઉ ઉપડી ગઈ હતી. ગૌહર ખાનની વાત કરીએ તો, હાલમાં જ ફ્લાઈટમાં તેનો ભેટો હિના ખાન સાથે થયો હતો. જેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દેખાડી હતી. ગૌહર ખાનની સાથે હિના ખાન અને સિદ્ધાર્થ શુક્લા પર બિગ બોસ ૧૪માં તૂફાની સીનિયર બનીને ગયા હતા.
ઘરમાં રહેવા દરમિયાન ગૌહર ખાન અને હિના ખાનનું બોન્ડિંગ મજબૂત બની ગયું હતું. લગ્નના સાત મહિના બાદ ગૌહર અને ઝૈદ હાલમાં જ હનીમૂન માટે મોસ્કો ગયા હતા. ત્યાંથી તેઓ સતત તેમની તસવીરો શેર કરતાં રહેતા હતા. ગૌહર ખાન છેલ્લે સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા, સુનીલ ગ્રોવર, તિગ્માંશુ ધૂલિયા તેમજ કૃતિ કામરાની સાથે વેબ સીરિઝ ‘તાંડવ’ અને ફિલ્મ ‘૧૪ ફેરે’માં જાેવા મળી હતી.